પૂર્વ ભારતીય ક્રિકેટર
અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું લાંબી માંદગી બાદ નિધન
લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા, BCCI અને કપિલ દેવ સહિતના ક્રિકેટરો તેમના માટે આગળ આવ્યા હતા
27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો
ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો, ગાયકવાડે ભારત માટે 15 ODI મેચોમાં પણ ભાગ લીધો હતો
1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા
જૂન 2018 માં,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા
અંશુમન ગાયકવાડના
પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમના અંતિમ દર્શન માટે વડોદરામાં ક્રિકેટરો પહોંચી
રહ્યા છે, નયન મોંગિયા સહીત અન્ય ક્રિકેટરો પણ પહોંચ્યા તેમના ઘરે