UAEમાં  BAPS નું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. 

પીએમ મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. 

18 ફેબ્રુઆરીથી મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 

 ત્યારે આ મંદિરની કેટલીક તસ્વીરો સામે આવી છે જેમાં મંદિરનો અદભૂત નજારો પણ જોવા મળ્યો છે.

પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. 

આ મંદિરની ઉંચાઈ 108 ફૂટ છે જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે.

આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

મંદિરની અંદરની પથ્થરની કોતરણી હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે. 

અબુ ધાબી મંદિરની બહારની બાજુ રાજસ્થાનના ગુલાબી પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજે 27 વર્ષ પહેલાં અબુધાબીમાં મંદિર બનાવવાનો કરેલો મહાન સંકલ્પ મહંત સ્વામી મહારાજે સાકાર કર્યો છે. 

2015માં ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

અબુ ધાબીમાં બનેલા વિશાળ હિન્દુ મંદિરની શું છે વિશેષતા ?