અંબાણી પરિવારમાં તે ખુશીની ક્ષણ આવી ગઈ છે જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

મુંબઈના એન્ટિલિયામાં 3જી જુલાઈની સાંજથી વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. ગઈકાલે મામેરુ સમારોહ યોજાયો હતો જે પરંપરાગત ગુજરાતી વિધિ છે જે લગ્નની શરૂઆત દર્શાવે છે.

ફંક્શનની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં રાધિકા અને અનંત ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

મુંબઈના એન્ટિલિયામાં 3જી જુલાઈની સાંજથી વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. ગઈકાલે મામેરુ સમારોહ યોજાયો જે એક પરંપરાગત ગુજરાતી વિધિ છે. જેમાં મોસાળ તરફથી આ વિધિ કરવામાં આવે છે.

ફંક્શનમાં બધાએ પિંક-ઓરેન્જ શેડ્સના આઉટફિટ્સ પહેર્યા હતા. અનંત અને રાધિકા પણ એકબીજા સાથે ટ્યુન કરતા જોવા મળ્યા હતા.

ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, જેમાં માત્ર થોડા જ દિવસો બાકી છે.

રાધિકા વિશે વાત કરીએ તો, તેણે આ ફંક્શનમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ પિંક અને ઓરેન્જ વાઇબ્રન્ટ બંદિની લહેંગા પહેર્યો હતો.

રાણી ગુલાબી રંગના બનારસી બ્રોકેડ પર રાય બાંધેજ અને સોનાના વાયરથી ક્લાસિક જરદોઝી એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.

રાધિકાના ડ્રેસની બોર્ડર પર દુર્ગા માના શ્લોકની ભરતકામ કરવામાં આવી હતી.