આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમુક્ત થયા હતા. 

 પત્ની વર્ષાબહેન વસાવા ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજસોરઠિયા સહિત અન્ય હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું.

 ચૈતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલાં જ સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો હતો

જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું સ્વાગત કર્યુ હતું.

ચૈતર વસાવાએ ગાડીની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  

જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ કહ્યું કે, આગામી દિવસોમાં અમે આ શરતોને હટાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરીશું.

ચૈતર વસાવાએ કહ્યું કે, શકુંતલા વસાવાનો આગ્રહ હતો કે, તેઓ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે જેલમાંથી બહાર આવે.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પરેડમાં ગુજરાતના ધોરડો આધારિત ટેબ્લૉને મળ્યા બે એવોર્ડ