ગુજરાતમાં ભાદરવો વરસાદથી રહેશે ભરપૂર, આ વિસ્તારો થશે જળબંબાકાર,અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

September 3, 2024

Ambalal Patel Predictions : તાજેતરમાં વરસેલા ભારે વરસાદે (heavy rain) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવી છે આ વરસાદને કારણે હજુ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા હજુ રાહત અને સહાયની કામગીરી હાથ ધરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમા થોડા વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવથી રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતના માથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે બીજી તરફ આગામી દિવસોમાં કેવો રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામા આવી છે.

અતિભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 4 થી 5 સપ્ટેમ્બરમાં બીજું લો પ્રેશર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગો વચ્ચે આકાર પામશે જેના કારણે 3 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, જંબુસર, પાદરા, વડોદરા, નસવાડી વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.

વરસાદનો ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે ?

વધુમાં અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને આગાહી કરતા જણાવ્યું હતુ કે, આગામી 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમજ ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ભાદરવી પૂનમે ઘણા ધાર્મિક સ્થળોએ મેળા ભરતા હોય છે ત્યારે ભાદરવી પૂનમ સમયે પણ રાજ્યમા વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

26 થી 5ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે. ગુજરાતમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ રહેશે આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહીત રાજ્યભરમાં વરસાદ રહેશે . જે બાદ 26 થી 5ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે આ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિનારે પવન ફૂંકાશે. તેમજ અન્ય સ્થળોએ છુંટોછવાયો વરસાદ રહેશે.

આ પણ વાંચો : Surat: BJP MLA કુમાર કાનાણીએ આપ પાર્ટીને તોડ પાર્ટી ગણાવી,કર્યા આ ગંભીર આક્ષેપ

Read More

Trending Video