ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું હતું કે તેમનો દેશ ગાઝા પટ્ટીમાં હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ ન થાય ત્યાં સુધી તેના લક્ષ્યો પર હુમલો કરવાનું બંધ કરશે નહીં. નેતન્યાહુએ આ વાત ઇઝરાયેલ સંરક્ષણ દળોના વિશેષ એકમ યાહલોમના સૈનિકો સાથે વાતચીત કરતી વખતે કહી હતી.
તેમણે સૈનિકોને કહ્યું કે ઇઝરાયેલ યુદ્ધના આગામી તબક્કાની રાહ જોઈ રહ્યું છે જે ટૂંક સમયમાં આવી રહ્યું છે. ઈઝરાયેલ દુશ્મનો પર જબરદસ્ત તાકાતથી પ્રહાર કરી રહ્યું છે અને આતંકી સંગઠન હમાસ પર ભારે જાનહાનિ થઈ છે. ઈઝરાયલી દળો ઉત્તરીય વિસ્તારો તેમજ પશ્ચિમ કાંઠામાં હુમલો કરી રહ્યા છે.
યાહલોમ યુનિટ કમાન્ડરોએ નેત્યાનાહુને તેની ઓપરેશનલ ક્ષમતાઓ વિશે પણ માહિતી આપી હતી.