ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં આંશિક ઘટાડો અને ભરૂચમાં ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે જેમાં અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં અણધાર્યા પાણીએ અફડાતફડી ઊભી થઈ છે.
નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૨ ફૂટ નજીક. વહેલી સવારે 41.60 ફૂટ નોંધાયું. જેના હજારો લોકોનું જનજીવન ખોરવાયું. તંત્રના 40 ફૂટ પહોંચવાની ધારણા કરતાં પણ સ્તર વધ્યુંસરદાર સરોવર ડેમ ખાતે સવારે 6 કલાકે પાણી ની જાવક માં ધટાડો. ભરૂચ માં ૧૦ વાગ્યા બાદ પાણી ઉતારવાની શરૂઆત થશે તેવો અંદાજ..
ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારે થવાની સંભાવના હોવાથી લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા માટે તેમજ તંત્ર દ્વારા જે સૂચના મળે તેનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રવિવારે પાણી છોડવાનું શરુ કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે આ સમયે 5 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતુ. હાલના સમયે 18 લાખ કરતા વધારે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે 40 ફૂટની આગાહી સાથે 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાય ગયા છે. લોકો પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. ભરૂચના સ્મશાન રોડ ઉપર પણ પાણી ભરાવાથી લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હાલમાં પ્રશાસન દાવો કરી રહ્યું છે કે, તે તમામ પરિસ્થિતિ સામે પહોંચી વળવા સક્ષમ છે, પરંતુ હાલની સ્થિતિ જોતા તંત્રએ હજુ વધુ કમર કસવી પડશે તેમ લાગી રહ્યું છે.
પાણીની સપાટી – 138.68 મિટર પાણીની આવક – 7,15,327 ક્યૂસેક પાણીની જાવક – 5,95,000 ક્યૂસેક