પાલનપુર નિર્માણાધીન પુલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાઈ થયો છે. પુલના કામકાજ દરમિયાન આ ઘટના સર્જાઈ છે.
પાલનપુર ઓવરબ્રિજ ધડાકા સાથે ધરાશાઈ થયો હતો. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવર બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. ઓવરબ્રીજ તૂટતાં તેની કામગીરી અને મોનીટરીંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે.
ઘટના બાદ જિલ્લા કલેકટર રાહત મદદ માટે એલર્ટ મોડમાં આવી ગયા છે. પુલ ધરાશયી થતો હતો તે દરમિયાન એક યુવક દટાયો છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ પુલનું કામ ગોકળગતિએ થતું હોવાની સ્થાનિકોની રાવ હતી તો ઘટનાની ઉચ્ચ સ્તરિય તપાસ થશે તેવી હાલ વહીવટીતંત્રએ હૈયાધારણા આપી છે.