Sahara Land Scam : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે સહારાની જમીન કૌભાંડ (Sahara land scam) મુદે આક્ષેપો કરનાર કોંગ્રેસ (Congress) પક્ષના નેતા સુખરામ રાઠવા (Sukhram Rathwa) ધારાસભ્ય શૈલેષ પરમાર (Shailesh Parmar) તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સી.જે.ચાવડા ( C.J. Chavda) સામે કોર્ટે વોરંટ કાઢ્યું છે.
રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર નેતાઓ સામે વોરંટ
પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ પર 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓનો નવાગામ, આણંદપુર, માલિયાસણ વગેરે ગામોની 111 એકર જમીન રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવવાના કેસમાં રૂપાણીએ 500 કરોડનું કૌભાંડ કર્યું છે. જોન પરિવર્તનના નામે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી અને તેમના નજીકના મિત્ર નીતિન ભારદ્વાજ વગેરેએ નેતાઓને 500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું છે.જેના કારણે વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા આ કોંગ્રેસ નેતાઓ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો.