Mumbai On Alert: આતંકવાદી હુમલાને (terrorist attacks) લઈને મુંબઈમાં (Mumbai) ફરી એકવાર એલર્ટ (High alert) જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ ફરી એકવાર દેશની આર્થિક રાજધાનીમાં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર ગુપ્તચર એજન્સીઓએ આ પ્રકારના ઈનપુટ્સ આપ્યા છે. આતંકી ખતરાને જોતા મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મુંબઈમાં આતંકી હુમલાની ચેતવણી બાદ હાઈ એલર્ટ
શહેરમાં વધુ એક આતંકી એલર્ટ જાહેર કરાયા બાદ મુંબઈના અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડભાડવાળા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થળો પર મોકડ્રીલ કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ ડીસીપીને પણ પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે શુક્રવારે ક્રોફોર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ હાથ ધરી હતી, જે ખૂબ જ ગીચ વિસ્તાર છે. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે. સુરક્ષા કવાયત અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કવાયત છે. પરંતુ આ બધું અચાનક કેમ કરવામાં આવી રહ્યું છે તે વિશે તેમણે કંઇ કહ્યું નહીં.
મુંબઈમાં સુરક્ષામાં કરાયો વધારો
પોલીસે જણાવ્યું હતું કે, આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ક્રોફોર્ડ માર્કેટ અને મુંબઇના અન્ય સ્થળોએ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. સિદ્ધિવિનાયક મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજારામ દેશમુખે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ તરફથી એલર્ટ મળ્યા બાદ પોલીસે તેમને સુરક્ષા વધારવા જણાવ્યું હતું. ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારી વધારવી જોઈએ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે તેમની સંખ્યા વધારી દીધી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. મંદિર પ્રશાસન ભક્તોને અપીલ કરી રહ્યું છે કે જો તેમને કંઈપણ શંકાસ્પદ લાગે તો તેની જાણ કરો.
આ પણ વાંચો : નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત