Waqf Board Meeting : વકફ બિલ મામલે JPCની અમદાવાદમાં બેઠક યોજાઈ, હર્ષ સંઘવી અને અસદદુદીન ઓવૈસી વચ્ચે ગરમા ગરમીવાળો માહોલ જોવા મળ્યો

September 27, 2024

Waqf Board Meeting : દેશમાં છેલ્લા કેટલાક સમયથી વકફ બોર્ડનો મુદ્દો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. જેને લઈને આજે ગુજરાતમાં બેઠક યોજાઈ હતી. જેમાં JPC સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વક્ફ બોર્ડનું ત્યાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અમદાવાદની તાજ હોટલમાં આ મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં JPC વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સાથે JPC ના સભ્ય તરીકે આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અહેવાલો પરથી જાણવા મળે છે કે આ બેઠકમાં ગરમા ગરમીવાળો માહોલ રહ્યો હતો.

આ બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર ચર્ચાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી સામસામે આવ્યા હતા. આ બેઠકમાં બાર કાઉન્સિલ, વકીલ અસોસિયેશન અને મુતાવલી અસોસિયેશન પોતાનો પક્ષ રાખ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય પણ પહોંચ્યા હતા. આ સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પહોંચ્યા. ઈમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી આવેદન પત્ર આપવાના છે. વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આવેદન આપશે.

ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું ?

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વકફ બોર્ડની બેઠક પુરી થયા બાદ નિવેદન આપ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, મેં JPC કમિટી સામે સૂચનો મૂક્યા છે. રાજ્યના નાગરિકો અને સરકારના સૂચનો મૂક્યા છે. મેં તમામ મુદ્દા રાજ્ય સરકાર તરફથી મૂક્યા છે. જે રીતે છે એ નિયમ પ્રમાણે આ મુદ્દાઓની ચર્ચા ન થઇ શકે. વકફ બોર્ડ અંગે રાજ્ય સરકારે સૂચનો રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારનો આ સરાહનિય પ્રયાસ છે. હું અહી આજે જાહેરમાં ચર્ચા નથી કરી શકતો. રાજ્યના નાગરિકોનાં હિતમાં મે રજૂઆત કરી છે.

આ JPC કમિટીમાં કેટલા લોકો છે ?

JPC આગામી દિવસોમાં હૈદ્રાબાદ, ચેન્નાઈ અને બેંગ્લોર પણ જવાની છે. વક્ફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે આ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં 31 સાંસદોનો સમાવેશ થાય છે. કમિટીમાં 21 લોકસભાના અને 10 રાજ્યસભાના સાંસદો છે.

આ પણ વાંચોElvish Yadav : એલ્વિશ યાદવ અને ફાઝિલપુરિયા સામે EDની કડક કાર્યવાહી, સંપત્તિ પણ કરાઈ જપ્ત

Read More

Trending Video