Ganesh Gondal : છેલ્લા કેટલાય દિવસોથી ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને (Gondal Co-operative Bank elections) લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આમ તો આ સામાન્ય સહકારી બેંકની ચૂંટણી છે પરંતુ હાલ વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી માટેના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે બેંક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 23 ઉમેદવારો મેદાનમાં છે.આ ઉમેદવારોમાં હાલ જેલમાં બંધ જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) પણ સામેલ છે.ગણેશ ગોંડલે જુનાગઢ જેલમાંથી (Junagadh jail) ફોર્મ ભર્યું છે ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે.જેના કરાણે આ જંગ વધુ રસપ્રદ બન્યો છે. ત્યારે ગણેશ ગોંડલને જીતાડવા માટે જયરાજસિંહ જાડેજા (Jayaraj Singh Jadeja), અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholariya) એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગોંડલ નાગરિક સહકારી બેંકની રસાકસી ભરી ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ
ગોંડલ નાગરિક સહકારી બેંકની રસાકસી ભરી ચૂંટણીમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આ માટે ગોંડલના કડવા પટેલ સમાજ ખાતે મતદાનનો પ્રારંભ થયો છે. બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિ 11 અને 1 અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે મતદાનનો પ્રારંભ થતા ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. અહીંકુલ 30 બૂથ સાથે મતદાન શરૂ થતા જ બેંકના મતદારોની કતારો જોવા મળી હતી.આ ચૂંટણીમાં ગોંડલ અને આજુબાજુના તાલુકાના 56 હજાર જેટલા સભાસદો આજે મતદાન કરશે. બીજી તરફ જે પ્રમાણેનો માહોલ છે તેને જોતા બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
શું જેલમાં હોવા છતાં ગણેશ ગોંડલનું વર્ચસ્વ જળવાઈ રહેશે?
ગણેશ ગોંડલ દલિત યુવાનનાં અપહરણ અને માર મારવાનાં કેસમાં જેલમાં કેદ છે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનાં યતીષ દેસાઈની પેનલ છે. ત્યારે ભાજપના જયરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના યતિશ દેસાઈ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી જયરાજસિંહ જાડેજા માટે પ્રતિષ્ટાનો જંગ તો છે જ પરંતુ ગણેશ જાડેજાના રાજકીય ભાવીને લઈને પણ આ ચૂંટણી મહત્વની ગણાય છે. ગણેશ ગોંડલ પહેલા સહકારિકતાની સીડીથી સરકારમાં જવા માટેની તૈયારી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ જાડેજા વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે આ ચૂંટણીમાં જેલમાં હોવા છતાં ગણેશ ગોંડલનું વર્ચસ્વ જળવાઈ રહે છે કે નહીં તે આવતી કાલે પરિણામ આવે ત્યારે સ્પષ્ટ થઈ જશે ?
આ પણ વાંચો : Jamnagar: ગણપતિ બાપાને 15 હજારથી વધુ મોદકનો ભોગ ધરવામાં આવ્યો, BJP MLA રીવાબા જાડેજાએ બનાવ્યા લાડુ