Visavadar માં ખાતર માટે લાંબી લાઈનો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય સામે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

December 6, 2025

Visavadar : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વોર ચાલી રહી છે. એક તરફ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જુતુ ફેંકવામાં આવ્યું. તો બીજી તરફ જે વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દાઓ પર જીત્યા હતા. તે જ ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની સામે જ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવીને ઉભા છે. જેનો વીડિયો કોંગ્રેસના પ્રમુખ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો.

વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની સામે જ આવેલ જીએસટીએલ કીશાન સુવીધા કેન્દ્ર ઉપર ખાતર મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. અને ખાતર મેળવવા માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયાએ વચન આપ્યું હતું કે, અધિકારીઓને દોડતા કરી દઈશ પણ હાલત ઉલ્ટી થઈ ગઈ છે આજે તો ખાતર માટે ખેડૂતો દોડતા થઈ ગયા હોય તેવું લાગે છે. ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર આવે અને ખેડૂતોને પડતી હાલાકી દુર થાય એવી વ્યવસ્થા કરાવે એવી ખેડૂતોએ ધારાસભ્યને વિનંતી કરી છે. પરંતુ ધારાસભ્ય બીજા કામોમાં વધારે વ્યસ્ત હોય છે તેવું કોંગ્રેસ ના અખિલ ચોટલીયા વિસાવદર યુથ કોંગ્રેસ પ્રમુખ અખિલ ચોટલીયા વિસાવદર યુથ કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું.

આ પણ વાંચોAirlines : ભાડામાં કોઈ મનમાની નહીં ચાલે, સરકારે એરલાઇન કંપનીઓ પર વાજબી મર્યાદા લાદી, ઇન્ડિગોને મોટો આદેશ

Read More

Trending Video