Virat Kohli: સરફરાઝ ખાન અને વિરાટ કોહલીની અડધી સદી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારીથી ભારતે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 231 રન બનાવીને મેચમાં સારી લીડ મેળવી લીધી હતી. ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પુનરાગમન કર્યું હતું. પ્રથમ દાવમાં 356 રનથી પાછળ રહેલી ભારતીય ટીમ હજુ પણ ન્યુઝીલેન્ડ કરતા 125 રનથી પાછળ છે અને સાત વિકેટ બાકી છે. દિવસના અંતે ભરત સરફરાઝ 70 રન પર ક્રિઝ પર હતો જ્યારે કોહલી દિવસના છેલ્લા બોલ પર એ જ સ્કોર પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 70 રનની ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે બે વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન રોહિત શર્મા (52) અને યશસ્વી જયસ્વાલ (35)ને આઉટ કર્યા હતા.
આ પહેલા ભારતના 46 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ 402 રન પર જ સમેટાઈ ગયો હતો. ટીમ માટે રચિન રવિન્દ્રએ 134 રનની ઇનિંગ રમી અને ટિમ સાઉથી (65) સાથે આઠમી વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી. ભારત તરફથી કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસે વિરાટ કોહલીએ એક ખાસ રેકોર્ડની યાદીમાં જગ્યા બનાવી છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. વિરાટે 42મી ઓવર નાખવા આવેલા વિલિયમ ઓ’રોર્કના ચોથા બોલ પર સિંગલ ફટકારીને ટેસ્ટમાં પોતાના 9 હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલી ટેસ્ટમાં 9 હજાર રનનો આંકડો પાર કરનાર ચોથો ભારતીય બેટ્સમેન છે.
વિરાટ કોહલીએ 197 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે 15921 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 13265 રન બનાવ્યા છે. જ્યારે સુનીલ ગાવસ્કર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જેમણે 10122 રન બનાવ્યા છે.
ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 9 હજાર રન બનાવવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે, જેણે 176 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો છે. જ્યારે સચિન તેંડુલકરે 179 ઇનિંગ્સ લીધી હતી. જ્યારે સુનીલ ગાવસ્કરે 192 ઇનિંગ્સમાં 9 હજાર રન પૂરા કર્યા હતા. વિરાટ કોહલીએ 2022માં 8 હજાર રન પૂરા કર્યા હતા.
જોકે ત્યારપછી તેનું બેટ ટેસ્ટમાં શાંત છે. વિરાટે 169 ઇનિંગ્સમાં 8 હજાર રન બનાવ્યા હતા, જ્યારે આગામી 1000 રન બનાવવા માટે તેને 28 ઇનિંગ્સનો સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ વિરૂદ્ધ તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.
આ પણ વાંચો: યાહ્યા સિન્વરના નિધન પર Israelમાં ઉજવણી, નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ હજી પૂરું થયું નથી