‘અમે તેને સમજાવીશું કે તે સંન્યાસ ન લે…’ નિવૃત્તિ જાહેરાત બાદ વિનેશના કાકાએ આપી પ્રતિક્રિયા

August 8, 2024

Vinesh Phogat Retires: ભારતીય મહિલા કુસ્તીબાજ (Indian women’s wrestler) વિનેશ ફોગાટે ( Vinesh Phogat) પેરિસ ઓલિમ્પિકમાંથી (Paris Olympics) અયોગ્ય જાહેર થયા બાદ નિવૃત્તિની (retirement) જાહેરાત કરી છે. લોકો તેમના આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે. આ સમાચાર સાંભળ્યા બાદ તેના ચાહકોમાં નિરાશાનું વાતાવરણ છે. અનેક લોકો તેને આ નિર્ણય ન લેવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગાટની( Mahavir Phogat) નિવૃત્તિ પર તેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે અમે વિનેશ સાથે તેની નિવૃત્તિ અંગે વાત કરીશું અને તેને સમજાવીશું કે તે આ નિર્ણય પાછો લઈ લે.

વિનેશ ફોગાટની નિવૃત્તિ પર મહાવીર ફોગાટની પ્રતિક્રિયા

વિનેશને કુસ્તી શીખવનારા વિનેશ ફોગટના કાકા મહાવીર ફોગટે કહ્યું કે જ્યારે પણ વિનેશ આવશે ત્યારે તે તેને સમજાવશે કે તેણે હજુ વધુ રમવાનું છે અને તેણે નિવૃત્તિનો નિર્ણય બદલવો જોઈએ. અમે તેને હિંમત ન હારવા અને હવેથી 2028 ઓલિમ્પિકની તૈયારી શરૂ કરવા કહીશું. હું, બજરંગ પુનિયા અને અમે બધા મળીને તેને સમજાવીશું. મહાવીર ફોગાટે હરિયાણાના મુખ્યમંત્રીએ વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સન્માન કરવાની જાહેરાત કરી હતી આ અંગે કહ્યું કે મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત એક સારું પગલું છે. હું આ જાહેરાત માટે હરિયાણા સરકારનો આભાર માનું છું.વધુમાં તેમણે કહ્યું કે, 2016માં તે ઈજાના કારણે ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી ન હતી. 2020 અને 2024માં ફેડરેશન અને બ્રિજ ભૂષણ સામેના વિરોધને કારણે તે દબાણમાં હતી.

વિનેશે નિવૃત્તિનો નિર્ણય કેમ લીધો?

જ્યારે પૂછવામાં આવ્યું કે વિનેશે નિવૃત્તિનો આ નિર્ણય કેમ લીધો? આના પર મહાવીર ફોગાટે કહ્યું કે જે પણ ખેલાડી આ સ્તરે પહોંચે છે અને જ્યારે આવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે તે ગુસ્સામાં આવા નિર્ણયો લે છે. આ તેની ત્રીજી ઓલિમ્પિક હતી અને આટલી નજીક પહોંચ્યા પછી ખાલી હાથે જવાનું દિલ તોડવા જેવું છે.

મહાવીર ફોગટે વિનેશ સાથે ષડયંત્ર થવાનો કર્યો ઈન્કાર

મહાવીરે કહ્યું કે વિનેશને સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવાથી દેશને નુકસાન થયું છે. આ દુ:ખ ત્યારે જ ઓછું થશે જ્યારે તે દેશ માટે ગોલ્ડ મેડલ લાવશે.જ્યારે ષડયંત્ર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ કાવતરું થયું હશે. નિયમો નિયમો છે અને બધું નિયમો પ્રમાણે થયું છે.

શું વજન વધારવા અંગે વિવાદ હતો?

વિનેશ ફોગાટને બુધવારે તેના 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.વિનેશનું વજન તેની નિર્ધારિત 50 કિલોની શ્રેણી કરતાં માત્ર 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. જો કે, મંગળવારે સવારે જ્યારે વિનેશ ફોગાટનું વજન માપવામાં આવ્યું ત્યારે તેનું વજન 49.90 કિગ્રા હતું, જે 50 કિગ્રા વર્ગ માટે યોગ્ય હતું. રિપોર્ટ્સ અનુસાર, સેમિફાઇનલ મેચ રમ્યા બાદ તેને એનર્જી માટે ફૂડ આપવામાં આવ્યું, જેના કારણે તેનું વજન વધીને 52.700 કિલો થઈ ગયું.

વજન ઘટાડવા માટે કર્યા અનેક પ્રયાસો

આ પછી તેની મેડિકલ ટીમે આખી રાત વિનેશનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો. તેને આખી રાત કસરત કરાવવામાં આવી. તેણે આખી રાત સ્કિપિંગ અને સાયકલ ચલાવ્યું. નખ પણ કાપ્યા વિનેશનું વજન ઘટ્યું, પરંતુ તમામ પ્રયાસો છતાં તે 50.100 કિલોગ્રામ પર જ અટક્યું. જેથી માત્ર 100 ગ્રામ વજનના કારણે તેનું સપનું અધરુ રહી ગયું.

આ પણ વાંચો :  Mirabai Chanu વેઈટલિફિંટગમાં ચોથા સ્થાને રહી, તેને કહ્યું- ‘હું દેશવાસીઓની માફી માંગુ છું’

Read More

Trending Video