Vinesh Phogat Disqualify: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને બુધવારે મોટો ફટકો લાગ્યો છે, વિનેશ ફોગાટ (Vinesh Phogat) ઓલિમ્પિક સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આજે તે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધામાં ભાગ લેવાની હતી પરંતુ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે વિનેશ અને તેનો પરિવાર અને સમગ્ર દેશ નિરાશ થઈ ગયો છે. ત્યારે વિનેશ ફોગાટના અયોગ્ય જાહેર કરવા પર તેના કાકા મહાવીર ફોગાટ (Mahavir Phogat) પણ દુખી થયા છે.
વિનેશ ફોગાટના અયોગ્ય જાહેર થતા તેના કાકા મહાવીર ફોગાટે શું કહ્યું
મહાવીર ફોગાટએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું તુ કે, “સમગ્ર દેશ મેડલની અપેક્ષા રાખતો હતો. મારી સાથે આખો દેશ દુખી છે. મને ખબર પડી કે 150 કિગ્રા. ગ્રામ વજન વધારે હતું જેના કારણે નિયમ મુજબ નિર્ણય લેવામાં આવશે.
વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતવાની ખૂબ નજીક હતી
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ મહિલા કુશ્તી વર્ગની ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ફોગાટ વધુ વજનના કારણે ગેરલાયક ઠર્યા છે. ભારતીય કુસ્તી અને દેશ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતવાની ખૂબ નજીક હતી. જ્યારે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિલો વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી.
#WATCH भारतीय पहलवान विनेश फोगाट को अधिक वजन के कारण महिला कुश्ती 50 किलोग्राम वर्ग में अयोग्य घोषित किए जाने पर उनके ताऊ महावीर फोगाट ने कहा, “पूरे देश को पदक की उम्मीद थी। मेरे साथ पूरे देश को दुख है। मुझे पता चला है कि 150 ग्राम वजन ज्यादा था जिसके चलते अयोग्य घोषित कर दिया… pic.twitter.com/UpBociCPUe
— ANI_HindiNews (@AHindinews) August 7, 2024
ઉલ્લેખનીય છે કે, વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ત્યારે વિનેશના કાકા અને તેના ગુરુ મહાવીર ફોગાટ તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. મહાવીર ફોગાટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, “દીકરી વિનેશે બ્રિજભૂષણના મોઢા પર જોરદાર તમાચો માર્યો છે. અમારી દીકરીએ જે કર્યું છે, તે બ્રિજભૂષણ સિંહ ક્યારેય નહીં કરી શકે. તેણે વિનેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ જનતા વિનેશની સાથે છે. મારી દીકરીએ મારા સપના પૂરા કર્યા. અને ભગવાન તેણીને આગળ લઈ જાય.” તે જ સમયે, સેમિફાઇનલ મેચ પહેલા મહાવીર ફોગાટે કહ્યું હતું કે મને આશા છે કે તે ગોલ્ડ લાવશે.
ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાય થતા વિનેશના કાકા ખુબ દુખી થયા છે.
હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે
નિયમો અનુસાર અયોગ્ય જાહેર થયા બાદ હવે રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. મતલબ કે ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. તે સ્પષ્ટ છે કે ફાઇનલમાં પહોંચવા છતાં, ગોલ્ડ મેળવવાની વાત છોડી દો, હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે.
સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ
હવે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ એક અલગ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે પોસ્ટ શેર કરીને લખ્યું કે વિનેશ ફોગાટ, તમે કદાચ અયોગ્ય ઠર્યા હશો, પરંતુ તમે પહેલાથી જ વિજેતા છો. અલબત્ત, મેડલ જીતવું અદ્ભુત હતું, પરંતુ તમારી વાર્તા તેનાથી પણ મોટી છે, અને એવું કંઈ નથી જે તમારાથી તેને છીનવી શકે. મને તારા પર ગર્વ છે.
આ પણ વાંચો : Vinesh Phogat Disqualify: ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાયું : વિજેન્દર સિંહ