Vinesh Phogat : પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) આજે સવારે દેશ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ (Delhi airport)થી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશ (Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવી ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બાબતના સંદર્ભમાં, વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ વહેંચાયેલ સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તેની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હું અહીં આવેલા દરેકનો આભાર માનવા માંગુ છું
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને વિનેશ ફોગાટ (Vinesh Phogat) જ્યારે સ્વદેશ પરત આવી ત્યારે તેનું સ્વાગત જોઈને તે ભાવુક થઈ ગઈ હતી, જ્યારે તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
#WATCH | Wrestler Vinesh Phogat arrives at Delhi’s IGI Airport from Paris after the Olympics.
Congress MP Deepender Hooda and others welcome her at the airport. pic.twitter.com/7BbY2j5Zv0
— ANI (@ANI) August 17, 2024
એરપોર્ટની બહાર આવ્યા બાદ વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી
દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટ (Vinesh Phogat)નું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશ (Vinesh Phogat)ના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાએ ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કુસ્તી અને રમતના ચાહક છે તેઓ આજે એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન હોય પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. જ્યારે વિનેશ (Vinesh Phogat) એરપોર્ટની બહાર આવી ત્યારે ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી નહીં.
#WATCH | Indian wrestler Vinesh Phogat receives a warm welcome at Delhi’s IGI Airport
Congress MP Deepender Hooda, wrestlers Bajrang Punia, Sakshee Malikkh and others welcomed her. pic.twitter.com/rc2AESaciz
— ANI (@ANI) August 17, 2024
આ પણ વાંચો : Ahmedabad BJP : ભાજપ કાર્યકરનો લેટરબોમ્બ બન્યો ચર્ચાનો વિષય, અમદાવાદ ભાજપના 4 નેતાઓના ભ્ર્ષ્ટાચારની ખોલી પોલ