વિનેશ ફોગાટે સિલ્વર મેડલના નિર્ણય માટે હજી જોવી પડશે રાહ, નિર્ણય મોકૂફ

વિનેશ ફોગટે સિલ્વર મેડલના નિર્ણય માટે હજી જોવી પડશે રાહ, નિર્ણય મોકૂફ

August 11, 2024

ભારતીય રેસલર વિનેશ ફોગાટના ( VINESH PHOGAT ) સિલ્વર મેડલ પર સૌ કોઈની નજર છે. જોકે હજી આ અંગે 3 દિવસ રાહ જોવી પડશે. આ અંગે નિર્ણય હવે 13 ઓગસ્ટે આવશે. આ માહિતી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) દ્વારા આપવામાં આવી છે.

એક દિવસ પહેલા એટલે કે 9 ઓગસ્ટે CASએ 3 કલાક સુધી સુનાવણી કરી હતી. દરમિયાન વિનેશ પણ વર્ચ્યુઅલ રીતે હાજર હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (I0A) વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે આજે એટલે કે 10 ઓગષ્ટે CAS ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે પોતાનો નિર્ણય આપશે, પરંતુ કોર્ટે તેની સમયમર્યાદા વધારી દીધી છે.

 

vinesh phogat
વિનેશ ફોગાટે સિલ્વર મેડલના નિર્ણય માટે હજી જોવી પડશે રાહ, નિર્ણય મોકૂફ

 

તમને જણાવી દઈએ કે, ફાઈનલ મેચ પહેલા, વિનેશનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી, જ્યારે પ્રારંભિક રાઉન્ડ પહેલા કરવામાં આવેલા વજનમાં, વિનેશ વજન શ્રેણીની નિર્ધારિત મર્યાદા કરતા 50 કિલો ઓછી હતી. જેને લઈ વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માગ કરી છે.

 

Read More

Trending Video