Vinesh Phogat Retirement:પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics) ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ જતાં વિનેશ ફોગટે (Vinesh Phogat ) કુસ્તીને અલવિદા કહી દીધું છે. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયાના 24 કલાકમાં જ મોટો નિર્ણય લીધો છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં આ અંગે તેને જાહેરાત કરી છે.
વિનેશ ફોગાટે કુશ્તીમાં લીધો સંન્યાસ
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. સ્પર્ધા પહેલા વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, ત્યારબાદ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણય બાદ વિનેશની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
સોશિયલ મીડિયામાં કરી જાહેરાત
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી લખ્યું માં કુસ્તી મારાથી જીતી ગઇ હું હારી માફ કરજો તમારું સપનું અને મારી હિંમત બધું તૂટી ગયું છે. હવે વધારે મારામાં હિંમત નથી. ગઇ ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌનો ઋણી રહીશ, માફ કરશો.