Vinesh Phogat Hospitalized: વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

August 7, 2024

Vinesh Phogat Hospitalized: 2024 પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024) ગોલ્ડ મેડલ (Gold Medal) માટે દાવેદાર માનવામાં આવતી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે.આ સાંભળ્યા બાદ વિનેશ ફોગાટને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળી રહ્યુ છે કે, વિનેશ ફોગાટની તબિયત બગડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગેરલાયક ઠેરવ્યા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડી

પ્રાપ્ત અહેવાલો મુજબ ડિહાઈડ્રેશનને કારણે વિનેશ ફોગાટને કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ સ્પોર્ટ્સ વિલેજની અંદર આવેલા પૉલિક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવી પણ માહિતી મળી છે કે કોઈ ગંભીર બાબત નથી. તેને ટૂંક સમયમાં રજા પણ મળી શકે છે.

ગેરલાયકાત બાદ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું

તમને જાણીને નવાઈ લાગશે કે વિનેશ ફોગટનું વજન 100 ગ્રામ વધી ગયું હતું, જેના કારણે તેને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. બધાને વિનેશ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. ગઈકાલે રાત્રે તેણે સેમિફાઈનલમાં શાનદાર જીત નોંધાવી હતી. શાનદાર પ્રદર્શન કરનાર વિનેશ ફોગાટ પાસેથી ગોલ્ડ મેડલની પૂરી અપેક્ષા હતી. હવે તેની ગેરલાયકાત બાદ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

પરિવારે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી

વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ તેના પરિવારના સભ્યોએ સરકાર અને પૂર્વ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે આમાં સરકાર અને બ્રિજભૂષણ શરણ સિંહનો હાથ છે. તમને જણાવી દઈએ કે વિનેશ બપોરે 12.30 વાગ્યે (08 ઓગસ્ટ) ફાઈનલ મેચ રમવાની હતી. ફાઈનલ મેચમાં વિનેશનો સામનો અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો. જો કે હવે નિયમો અનુસાર અયોગ્ય જાહેર થયા બાદ હવે રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. મતલબ કે ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે.તે સ્પષ્ટ છે કે ફાઇનલમાં પહોંચવા છતાં, ગોલ્ડ મેળવવાની વાત છોડી દો, હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે.

આ પણ વાંચો : Vinesh Phogat Disqualify: ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાયું : વિજેન્દર સિંહ

Read More

Trending Video