રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- વિનેશને શક્ય તમામ મદદ આપવામાં આવી, અમે IOC સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

August 7, 2024

Vinesh Phogat Out Of Paris Olympics 2024:ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને (Vinesh Phogat)ઓલિમ્પિકમાં ( Olympics) ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવ્યા બાદ કેન્દ્ર સરકારે (Central government) આજે લોકસભામાં (loksabha) નિવેદન આપ્યું હતું.વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા અંગે લોકસભામાં ભારત સરકાર વતી રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ (Sports Minister Mansukh Mandaviya) પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે વિનેશ સાથે શું થયું અને સરકાર તરફથી તેમને કેટલી મદદ કરવામા આવી ? મનસુખ માડવિયાએ આ મામલે સંસદમાં જણાવ્યું કે વિનેશનું વજન 50 કિલો 100 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. ભારતે આ મામલાને લઈને ઈન્ટરનેશનલ રેસલિંગ એસોસિએશન સમક્ષ સખત વિરોધ વ્યક્ત કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ખુદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વડા પીટી ઉષા સાથે વાત કરી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

ભારત સરકારે વિનેશ ફોગાટને શક્ય તમામ મદદ કરી : મનસુખ માંડવિયા

કેન્દ્રીય રમતગમત મંત્રીએ લોકસભામાં જણાવ્યું કે વિનેશ 6 ઓગસ્ટ, મંગળવારના રોજ 3 મેચ જીતીને 50 કિગ્રા કુસ્તી ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેણીએ સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને, ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચ અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવ્યા હતા.

ભારત સરકારે વિનેશ ફોગાટને તેની જરૂરિયાત મુજબ તમામ શક્ય સહાય પૂરી પાડી છે. તેમના માટે પર્સનલ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે જેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત છે. પ્રખ્યાત હંગેરિયન કોચ વોલર અકોસ અને ફિઝિયો અશ્વિની પાટિલ હંમેશા તેમની સાથે છે. ઓલિમ્પિક્સ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી,તેમને પેરિસ ઓલિમ્પિક ચક્ર માટે કુલ ₹70,45,775 ની નાણાકીય સહાય આપવામાં આવી છે.

આ પણ વાંચો : Vinesh Phogat Hospitalized: વિનેશ ફોગાટની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

Read More

Trending Video