Vijay Suvala Arrested : લોકગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળાની ધરપકડ, મારામારીનો વિડીયો વાયરલ થતા ગુનો થયો હતો દાખલ

August 28, 2024

Vijay Suvala Arrested : ગુજરાતના લોક ગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળા આજે ઓઠવ પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં મારામારીનો વિડીયો વાયરલ થતા વિજય સુંવાળા અને તેના ભાઈ સહીત 8 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસ દ્વારા તેમને નોટિસ પાઠવવમાં આવતા આજે તેઓ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે તેઓ હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગાયક વિજય સુંવાળા સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ

પ્રાપ્ત જાણકારી મુજબ ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદમાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં વિજય સુંવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. આ ફરિયાદ ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપવા મામલે દાખલ કરવામા આવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદનીની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોSaurashtra Heavy Rain : સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું, જામનગર 15 અને દ્વારકા 18 ઇંચ વરસાદથી હાહાકાર, સોસાયટીઓ જળમગ્ન…બચાવ કામગીરી ચાલુ

Read More

Trending Video