Vijay Suvada : ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા (Vijay Suvada) સામે અમદાવાદમાં (Ahmedabad) પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં વિજય સુંવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા (Vijay Suvada) સહિત 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. આ ફરિયાદ બાદ આજે વિજય સુંવાળા સાથે નિર્ભય ન્યુઝે વાતચીત કરી હતી.
નિર્ભય ન્યુઝ સાથે વાતચીતમાં વિજય સુંવાળાએ શું કહ્યું ?
ગુજરાતના જાણીતા ગાયક વિજય સુંવાળા (Vijay Suvada) સામે ફરિયાદ દાખલ થયા બાદ નિર્ભય ન્યુઝે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ જે દિનેશ દેસાઈ છે તેણે થોડા સમય પહેલા અમારા સમાજની છોકરીના નંબર લઇ અને તેને હેરાન કરવાનું શરુ કર્યું હતું. જે બાદ એ છોકરીએ મને વાત કરી હતી. એ સમયે દિનેશ દેસાઈ મારો મિત્ર હોવાથી મે તેને પ્રેમથી સમજાવ્યો કે આ રીતે છોકરીને હેરાન ના કર. અને સામાજિક રીતે બધી પતાવટ કરી દે.
વધુમાં તેમણે જણાવ્યું કે, તે બાદ તેણે મને હેરાન કરવાનું શરુ કર્યું. અને તેણે મારી પાસે પૈસાની માંગણી કરી અને જો નહિ આપે તો તારા સ્ટેજ શો બંધ કરાવી દઈશ. તેવી ધમકીઓ આપવા લાગ્યા. છતાં પણ હું ન માન્યો તો મારા શો પર આવીને હેરાન કરવા લાગ્યા. આ વાતની જાણ મેં સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કરી હતી. અને પાટીલ સાહેબને પણ કહ્યું હતું કે આ માણસ મને મારવાની ધમકી આપે છે. અને મને હેરાન કરે છે. જે બાદ અમે સામાજિક રીતે માત્ર તેમની પાસેથી જવાબ માંગવા ગયા પરંતુ ત્યાં તેઓએ પાર્ટીનો દુરુપયોગ કરી અને અમારી સાથે મારપીટ કરવા લાગ્યા હતા. મને હજુ તો લાકડી પકડતા પણ નથી આવડતી. હું તો માત્ર એક સામાજિક કાર્યકર અને લોકગાયક છું.
CCTV મામલે વિજય સુંવાળાએ શું કહ્યું ?
વધુમાં જયારે તેમને સીસીટીવી મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, એમાં જે દેખાય છે તે માત્ર સામાજિક કાર્યકરો છે. અને તેમાં મારુ નામ લેવામાં આવી રહ્યું છે. તે સમયે હું ત્યાં હતો જ નહિ. મને તો માત્ર ફસાવવામાં આવે છે. અને માત્ર સામાજિક રીતે એ લોકો ત્યાં મળવા પહોંચ્યા હતા અને દિનેશ દેસાઈ તરફથી ગાળો અને મારપીટ શરુ કરવામાં આવી હતી. જે ઘટનામાં તો આ લોકોએ માત્ર પોતાનો બચાવ જ કર્યો છે. તે લોકોએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. એટલે હું પાટીલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીને કહું છું કે મને આ મામલે મદદ કરો નહીંતર મારે આત્મવિલોપન કરવાનો વારો આવશે.
ગાયક વિજય સુંવાળા સામે અમદાવાદમાં પોલીસ ફરિયાદ
પ્રાપ્ત જાણકારી મુજબ આ ફરિયાદ ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપવા મામલે દાખલ કરવામા આવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદનીની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Kolkata Doctor Death : કોલકાતાની ઘટનાના આરોપી સંજય રોય વિકૃત માનસિકતાવાળો, મનોવિશ્લેષણ પરીક્ષણમાં ચોંકાવનારો ખુલાસો