Vijay Suvada Against police Complaint :ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા (Vijay Suvada) સામે અમદાવાદમાં ( Ahmedabad) પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં વિજય સુંવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા (Vijay Suvada) સહિત 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. આ ફરિયાદ દિનેશ દેસાઇ નામના જમીન દલાલ તેમજ ભાજપના નેતાએ નોંધાવી છે. આ ફરિયાદ બાદ ગઈ કાલે વિજય સુંવાળાએ તેમની પ્રતિક્રિયા આપી હતી. જેમાં વિજ્ય સુવાળાએ દિનેશ દેસાઈ પર આરોપ લગાવ્યો હતો કે, તે સમાજની દિકરીને હેરાન કરતો હતો. મે તેને સમજાવ્યો તો તે મને હેરાન કરતો હતો અને પૈસાની માંગણી કરી હોવાનો પણ આરોપ વિજય સુવાળાએ લગાવ્યો હતો. આ સાથે વિજય સુવાળાએ કહ્યુ કે, તે માત્ર દિનેશ દેસાઈને સમજાવવા માટે ગયા હતા પરંતુ તેમના પર ખોટી ફરિયાદ દાખલ કરવામા આવી હોવાનું જણાવ્યું હતુ ત્યારે આજે આ મામલે હવે ફરિયાદી દિનેશ દેસાઈએ પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં દિનેશ દેસાઈએ વિજય સુવાળાના આક્ષેપોને ફગાવતા તેમને ખુલ્લા પાડવાની ધમકી પણ આપી છે.
દિનેશ દેસાઈએ વિજય સુવાળાના આક્ષેપો પર કર્યો ખુલાસો
દિનેશ દેસાઈએ વિજય સુવાળાએ પોતાના પર લગાવેલા આરોપો મામલે કહ્યુ કે, તેમને મારી પર રબારી સમાજની દિકરીની વાત કરી પરંતુ રબારી સમાજની દીકરી અમારી માટે સન્માનીય અને દેવી સમાન હોય છે. તેઓ ફસાયા પછી રબારી સમાજની બહેન દિકરીને આગળ લાવીને પોતે બચવાનો પ્રયત્ન કરે છે. જો પાંચ દિકરીઓએ તમારી પાસે કમપ્લેન કરી તો તેનું પ્રુફ લાવો. આવું મે નહીં તેમની પેઢીએ કરેલું છે. વધુમાં તેમને વિજય સુવાળાએ ખંડણીનો આરોપ લગાવ્યો હતો તે અંગે કહ્યું કે, આખા રબારી સમાજને ખબર છે કે, મારી શુ કેપેસિટી છે અને મારો બિઝનેશ કેટલો મોટો છે. પૈસા ઉઘરાવવાનું કામ તેમનું છે. તે દારુ પીને મારા ત્યાં ઓઢવમાં આવ્યા હા તેમનું કહેવુંહતુ કે, તે જવાબ લેવા માટે આવ્યા હતા. તો તમારે રબારી સમાજના વ્યક્તિને લઈને આવવું હતુ ને બીજા કાસ્ટના વ્યક્તિઓ જે ક્રિમિનલ રેકોર્ડ સાથે જોડાયેલા છે. જેમના પર ગુજકો એક્ટ લાગેલી છે અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે. તેવા વ્યક્તિઓને સાથે લઈને કેમ આવ્યા ?
વિજય સુવાળાને ખુલ્લા પાડવાની આપી ધમકી
તે એવું કહે છે કે, હુ ત્યાં ગયો જ નથી પરંતુ તમારુ મોબાઈલ લોકેશન ત્યાં બોલે છે તે સીસીટીવીમાં દેખાવ છો બીજા સીસીટીવી પણ છે જેમાં તમે સ્પષ્ટ દેખાવ છો. જેટલા લોકો આવ્યા હતા તે તમામ લોકો લાકડીઓ અને તલવાર લઈને આવ્યા હતા. તમારા પાપનો ઘડો હવે ફૂટી જવાની તૈયારીમાં છે. હું તમારા કોઈ કાર્યક્રમમાં આવતો નથી 4 વર્ષથી તમારી સાથે મારો કોઈ સંપર્ક નથી થયો તો તમે મારુ નામ કે લ્યો છો. મારી પાસે તમારા બધા પ્રુફ છે હુ તે સાર્વજનિક કરીશ તો તમે કોઈ કામના નહીં રહો.
ભાજપના બંન્ને નેતાઓ આમને સામને
આમ જોઈએ તો હવે વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંન્ને ભાજપના નેતાઓ હવે આમને સામને આવી ગયા છે. અને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. ત્યારે હવે આ વિવાદનો શું અંત આવે છે તે જેવું રહ્યું..
આ પણ વાંચો : Amreli Rain: અમરેલીના ખાંભા અને ઘારી પંથકમાં ઘોઘમાર વરસાદ, ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો, 40 ગામો એલર્ટ