Vijay Rupani : રાજકોટમાં નવરાત્રીમાં અશ્લીલ ગીતો પર ડાન્સને લઇ વિજય રૂપાણી લાલ ઘુમ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

October 6, 2024

Vijay Rupani : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માં અંબાની આરાધના અને ભક્તિ કરે છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખેલૈયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. અને ગરબા આયોજકો ખેલૈયાઓ માટે ગરબા રમવા મોટા મોટા આયોજનો કરે છે. કેટલાક સમયથી ગરબામાં હવે ભક્તિ ગીતો કરતા અશ્લીલ ગીતો વગડતા જોવા મળે છે. હવે ગરબા એટલે ભક્તિ કરતા યુવાનો માટે આનંદ ઉત્સવનો તહેવાર વધારે લાગે છે. રાજકોટથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવાનો શકીરાના અને એનિમલના અશ્લીલ ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

રાજકોટના નીલ સિટી ક્લબથી એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં યુવાનો હોલિવૂડ સિંગર શકીરા અને બોલિવૂડની ફિલ્મ એનિમલના ગીતો પર નાચી રહ્યાં હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, કે આ નવરાત્રિનો તહેવાર છે, કે કોઈ ડિસ્કો ક્લબ? નવરાત્રિના નામે આવા કથિત અશ્લીલ વીડિયો બતાવીને ખેલૈયાઓને કેમ નચાવવામાં આવી રહ્યાં છે? આ રાજકોટનું વિવાદત નીલ સિટી ક્લબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની માલિકીનું છે. આ બાબતે પુર્વ મુખ્યમંત્રી વિજપ રૂપાણી પણ મેદાને આવ્યા છે.

રાજકોટમાં ગરબામાં અશ્લીલ ગીતો પર ડાન્સને લઈને રૂપાણીના પ્રહાર

આ સમ્રગ મામલાને વિજય રુપાણીએ વખોડી કાઢ્યો છે. અને વિજય રૂપાણીએ કહ્યું કે, ”નવરાત્રીના પાવન તહેવારમાં ગરબા રમવા અને નાચવામાં ઘણો ફરક છે. 31 ડિસેમ્બરમાં જે ઉજવણી થાય તે નાચવાની ઉજવણી થાય છે. અને અહીં આપણે અંબામાની આરાધનામાં ગરબા રમીએ છીએ. ત્યારે ગઈકાલે જે વિડીયોમાં શકીરાના ગીતમાં જે અશ્લીલ ડાન્સ થયા તે હું સખત શબ્દોમાં વખોડું છું. હિન્દુ સમાજની લાગણી ઘવાઈ તેવું કોઈ પણ આયોજન ન થવું જોઈએ. અને સરકારે પણ ગુજરાતમાં થતા આવા આયોજનો ઉપર નજર રાખવી જોઈએ.”

આ સાથે જ રૂપાણી સાહેબ તમે પણ જરા વિચારો કે તમે આ શકીરાના ડાન્સને આકરા શબ્દોમાં વખોડો છો. તો શું વડોદરા સામુહિક દુષ્કર્મની ઘટના મામલે રાજ્યના મંત્રીઓને ટકોર કરવાનું એક ભાજપ નેતા અને એક પૂર્વ મુખ્યમંત્રી તરીકે કેમ ભૂલી ગયા ? ત્યારે હવે કોંગ્રેસ પર પ્રહાર કરવાનું છોડો સાહેબ અને ગુજરાતની દીકરીની ચિંતા કરો અને તેને ન્યાય અપાવવાની લડાયમાં ભાગ લો.

આ પણ વાંચોChaitar Vasava : છોટા ઉદેપુરના તૂરખેડા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, વિકાસના નામે વાયદા કરતી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Read More

Trending Video