Vijay Rupani : દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની PM મોદી સાથે મુલાકાત, શું આ સંગઠનમાં નવા બદલાવના એંધાણ તો નથી ને ?

August 18, 2024

Vijay Rupani : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના સંગઠનમાં ફેરફાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે. આમ તો આ ચર્ચા લોકસભાની ચૂંટણી બાદ જ વહેતી થઇ હતી. પરંતુ હજુ સુધી તેના પર કોઈ જ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ નેતાઓ દિલ્હી વડાપ્રધાન સાથે મુલાકાત માટે પહોંચે છે. અને તે બાદ આ ચર્ચાઓ પ્રબળ બની જાય છે. ત્યારે વધુ એક ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત તદ્દન ઔપચારિક હોવાનું જણાવાઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય કક્ષાની બેઠક મળી હતી. જેમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રભારીઓની સાથે સંગઠન પર્વ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર આવી શકે તેવું આ બેઠક બાદ ચર્ચાઈ રહ્યું છે. નવા સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે રૂપાણીને મહત્ત્વની ભૂમિકા મળી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આ પણ વાંચોKolkata Rape Case : કોલકાતાની ઘટનામાં આપઘાતની વાર્તા કોણે અને શા માટે ફેલાવી? TMC સાંસદના મમતા સરકારને ગંભીર સવાલ

Read More

Trending Video