ઓલિમ્પિકમાં Vinesh phogatની ઐતિહાસિક જીત, ચાહકોએ આમિર ખાનને કહ્યું- દંગલ 2ની તૈયારી….

August 7, 2024

Vinesh phogat: વિનેશની સાથે દંગલ અને આમિર ખાન પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફોગાટ પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટની જીત જોઈને યુઝર્સ આમિરને કહી રહ્યા છે કે- સર, દંગલ 2ની સ્ક્રિપ્ટ તૈયાર છે. વિનેશની સફર પણ ઘણી પ્રેરણાદાયી રહી છે.

પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતની વિનેશ ફોગાટ ધ્વજ લહેરાવી રહી છે. વિનેશ ફોગાટ ભારતીય મહિલા કુશ્તીના ઈતિહાસમાં પહેલી એવી ખેલાડી બની ગઈ છે, જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે રમશે. વિનેશે 6 ઑગસ્ટના રોજ 50 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજને હરાવ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર વિનેશનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. બોલિવૂડ અભિનેતા આમિર ખાનને પણ ચાહકો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ચાહકો આમિરને દંગલ 2 બનાવવાની માંગ કરી રહ્યા છે.

દંગલ પછી, દંગલ 2!

વિનેશની સાથે દંગલ અને આમિર ખાન પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફોગાટ પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટની જીત જોઈને યુઝર્સ આમિરને કહી રહ્યા છે કે- સર, દંગલ 2ની સ્ક્રિપ્ટ તૈયાર છે. વિનેશની સફર પણ ઘણી પ્રેરણાદાયી રહી છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની ફાઇનલમાં પહોંચનારી તે ભારતની પ્રથમ મહિલા રેસલર છે. ફેમસ ફોગાટ પરિવારના જીવન પર આધારિત આમિરની ફિલ્મ દંગલ આજે પણ લોકોની પસંદ છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતથી વિદેશમાં કરોડોનો બિઝનેસ કર્યો હતો. ફોગટ બહેનો ગીતા-બબીતા ​​ફોગટની સફર દર્શાવતી આ ફિલ્મના દરેક પાત્રએ લોકોના દિલ જીતી લીધા હતા. હવે યુઝર્સની માંગ કેટલી વાજબી છે અને ક્યારે પૂરી થઈ શકે છે – આ તો આમિર નક્કી કરશે. પરંતુ એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સનું પૂર આવ્યું છે.

https://x.com/Adityakrsaha/status/1820872896849526873

આ પણ વાંચો: Vinesh Phogat : PM મોદીએ વિનેશ ફોગાટ ફાઇનલમાંથી બહાર થતા ટ્વીટ કર્યું, રેસલરને કરી પ્રોત્સાહિત

Read More

Trending Video