Dahod Recruitment Scam : દાહોદમાં વિદ્યા સહાયક ભરતી કૌભાંડનો પર્દાફાશ, યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી માહિતી

March 8, 2024

Dahod Recruitment Scam : ગુજરાતના દાહોદ (Dahod) ની સંજેલી (Sanjeli)ની આશ્રમશાળામાં શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકમાં ખુબ મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. જે લોકો પૈસા માંગી રહ્યા હતા તેના નામ અને નંબર અને તેને લગતા આધાર-પુરાવાઓ આપી ચુક્યા છીએ. આ ભરતીમાં 25 લાખની માંગણી કરી હતી અને તેને લગતી માહિતીની ઓડિયો રેકોર્ડિંગ પુરાવા તરીકે આપવામાં આવ્યો છે.

સાથે જ ગેરરીતિ આચરી અને જે લોકોને લેવાના હતા તેમના નામ અને તે ગેરરીતિ કઈ રીતે કરવામાં આવી તે પણ પુરાવાઓ રજુ કર્યા છે. હંગામી ધોરણે કામ કરતા શિક્ષકો દ્વારા રૂબરૂ અને ટેલિફોનિક રીતે ધમકાવવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં થયેલ 100 શિક્ષકોની ભરતીની નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ તેવી માંગણી ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે, “અમારી પાસે હજુ એકનો જ આધાર પુરાવો છે. જયારે ઓફલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પારદર્શિતા જળવાતી નથી જેના કારણે ઉમેદવારોને કોઈને કોઈ કારણોસર ઉમેદવાર ન પહોંચે અથવા ભરતીમાં ઘણી અલગ અલગ રીતે ગેરરીતિ આચરવામાં આવે છે. ત્યારે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ પ્રકારની ગેરરીતીઓમાં પારદર્શક તપાસની માંગણી કરીએ છે.”

આ પણ વાંચોSudha Murthy Nominated For Rajyasabha : સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત… જેમણે દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની શરૂઆત કરી

Read More

Trending Video