‘બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં પણ થઈ શકે છે’ :સલમાન ખુર્શીદ

August 7, 2024

Salman Khurshid’s statement regarding the situation in Bangladesh : કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે (Salman Khurshid) મંગળવારે બાંગ્લાદેશની (Bangladesh) સ્થિતિને લઈને નિવેદન આપ્યું હતું.  પૂર્વ કેન્દ્રીયમંત્રી સલમાન ખુરશીદે શિક્ષણવિદ મુજીબુર રહેમાનના પુસ્તક ‘શિકવા એ હિન્દ : ધ પોલિટિકિલ ફ્યૂચર ઓફ ઈન્ડિયન મુસ્લિમ્સ’ ના લોન્ચિંગ દરમિયાન ચેતવણી આપતા કહ્યું કે ,બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં પણ થઈ શકે છે.

કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે આપી ચેતવણી

સલમાન ખુરશીદે કહ્યું, “કાશ્મીરમાં બધું સામાન્ય દેખાઈ શકે છે. અહીં બધું સામાન્ય દેખાઈ શકે છે. અમે કદાચ વિજયની ઉજવણી કરી રહ્યા હોઈએ છીએ, જો કે ચોક્કસપણે કેટલાક લોકો માને છે કે 2024ની જીત અથવા સફળતા કદાચ નજીવી હતી, કદાચ હજુ ઘણું કરવાનું બાકી છે. ”

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે અહીં પણ થઈ શકે છે. “આપણા દેશમાં તેવી ઘટનાઓને ફેલાતી રોકવામાં આવે છે.”

શેખ હસીનાને રાજીનામુ આપી દેશ છોડવો પડ્યો

તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં પીએમ હાઉસ પર બદમાશોએ હુમલો કર્યો હતો.  જે બાદ તત્કાલીન પીએમ શેખ હસીનાએ તરત જ રાજીનામું આપી દીધું હતું, દેશ છોડીને ભારતમાં શરણ લીધી હતી. શેખ હસીના હાલમાં ભારતમાં છે અને અન્ય દેશમાં આશરો લેવાની તૈયારી કરી રહી છે.

RJD સાંસદ મનોજ ઝાએ શાહીન બાગ પર વાત કરી

સલમાન ખુર્શીદની સાથે આ કાર્યક્રમમાં RJDના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC) વિરુદ્ધ શાહીન બાગ આંદોલન વિશે વાત કરી. તેમણે કહ્યું કે તેને યોગ્ય ક્રેડિટ આપવામાં આવી નથી. ઝાએ કહ્યું, “શાહીન બાગની સફળતાને તેની સિદ્ધિઓની ભવ્યતાના માપદંડ પર માપવી જોઈએ નહીં. યાદ રાખો કે શાહીન બાગનો વિરોધ શું હતો… જ્યારે સંસદ હારી ગઈ, ત્યારે શેરીઓ જીવંત થઈ ગઈ.”

આ પણ વાંચો : Manu Bhaker Grand Welcome:ઓલિમ્પિકમાં ઈતિહાસ રચનાર મનુ ભાકર ભારત પરત ફર્યા, દિલ્હી એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

Read More

Trending Video