ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી ! કોંગ્રેસના દિગ્ગજ નેતા Arjun Modhwadia એ આપ્યું રાજીનામું

March 4, 2024

Arjun Modhwadia News: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. આજે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે તેમના રાજીનામા બાદ હવે પોરબંદરના કોંગ્રેસ MLA અર્જુન મોઢવાડીયા(Arjun Modhwadia) એ ધારાસભ્ય પદેથી રાજુનામું આપી દીધું છે ત્યારે આજે કોંગ્રેસને એક સાથે બે મોટા ઝટકા લાગ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું

પ્રાપ્ત જાણકારી મુજબ અંબરીશ ડેરની સાથે ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) પણ રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે, આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસ અંગેની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા આ મોટા નેતા અર્જુન મોઢવાડિયા હાજર હતા નહીં. જેના કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. ત્યારે અંબરીશ ડેરના રાજીનામાં બાદ તેઓ પણ રાજીનામુ આપવા માટે ગાંધીનગર રવાના થયા હતા અને વિધાનસભાના અધ્યક્ષ પાસે આ માટેનો સમય માંગ્યો હતો. અને અર્જુન મોઢવાડીયા  (Arjun Modhwadia) એ  વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું છે.  હવે અર્જૂન મોઢવાડિયા  અંબરીશ ડેરની સાથે ભાજપમાં જોડાશે તેવું કહેવમા આવી રહ્યુ છે. અંબરીશ ડેરની સાથે તેમના સ્થાનિક નેતાઓ પણ ભાજપમાં જોડાશે ત્યારે મોઢવાડિયાની સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવું પણ કહેવામા આવી રહ્યું છે.

Arjun Modhwadia resigned

ભાજપને મોટો ફાયદો

ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે. ત્યારે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.

શક્તિસિંહે શું કહ્યું હતું ?

અર્જુન મોઢવાડિયા અંગે શક્તિસિંહે કહ્યું હતુ કે, અર્જુન મોઢવાડિયા સાથે આજે સવારે જ રાહુલ ગાંધીની યાત્રા અંગે ફોન પર વાત કરી છે. તેમણે ફોનમાં જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી યાત્રા અંગેની તૈયારીઓ બરાબર ચાલી રહી છે. કાર્યકર્તાઓમાં જુસ્સો છે આવી વાતચીત પણ થઇ હતી.

આ પણ વાંચો :  અંબરીશ ડેરના ભાજપમાં જોડાવવાથી કોંગ્રેસને કેટલું મોટુ નુકસાન થશે ?

Read More

Trending Video