Vav Vote Counting : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજ અને ચૌધરી પટેલ સમાજનું ભારે પ્રભુત્વ રહેલું છે. હવે આજે આ વર્ચસ્વની લડાઈમાં કોની જીત થાય છે તે નક્કી થશે. પરંતુ તે પહેલા અત્યારે ઉમેદવારો અને અને દરેક પક્ષના લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. પરિણામ જે પણ આવે પણ જંગ ખુબ રસાકસીભર્યો રહેશે. વાવ બેઠકની મતગણતરીમાં પાંચમા રાઉન્ડ સુધીમાં હજુ કોંગ્રેસ આગળ છે.
પાંચમા રાઉન્ડમાં કેટલા મળ્યા મત ?
વાવમાં પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસને 5622 મત મળ્યા છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને 4311 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 342 મત મળ્યા છે. વાવમાં પાંચમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 2721 મતથી આગળ છે.
પાંચ રાઉન્ડના અંતે કુલ મત કેટલા થયા ?
કોંગ્રેસ (ગુલાબસિંહ રાજપૂત) – 22298
ભાજપ (સ્વરૂપજી ઠાકોર) – 19677
અપક્ષ (માવજી પટેલ) – 7518

આ પણ વાંચો : Vav Election Result LIVE : વાવ બેઠક પર પેટાચૂંટણીમાં વર્ચસ્વનો જંગ, બીજા રાઉન્ડમાં જુઓ કોણ આગળ ?