Vav Viral Patrika : વાવમાં વાયરલ થયેલ પત્રિકા મામલે આંજણા ચૌધરી સમાજના પ્રમુખની સ્પષ્ટતા, ભાજપને સસ્પેન્ડ કરવાની કરી હતી વાત

November 11, 2024

Vav Viral Patrika : વાવ પેટાચૂંટણીમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. પેટાચૂંટણી અને પ્રચાર દરમિયાન આવી રહેલા નવા વળાંકને કારણે સતત રસાકસીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે વાવમાં પ્રચાર પડઘમ શાંત પડી જશે. જેના કારણે આજે છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. વાવમાં જયારે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે આંજણા ચૌધરી સમાજની એક પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે. આ વાયરલ પત્રિકામાં આંજણા ચૌધરી સમાજ ભાજપને સસ્પેન્ડ કરે છે તેવું કહેવામાં આવ્યું છે. આ પત્રિકાને લઈને ચૌધરી સમાજના પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

Vav Viral Patrika

વાવ પેટાચૂંટણીનો જંગ હાલ ખુબ જ રસપ્રદ મોડ પર પહોંચી ગયો છે. 64 ગોળ આંજણા ચૌધરી સમાજ ભાભર દ્વારા લખેલી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયુ છે. ગઈકાલે એક સભા યોજાઈ હતી જેમાં 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખે કહ્યું કે, આજની સભા જોઈને તો એવું લાગે છે કે માવજી પટેલ જીતે છે. વાયરલ પત્રિકા મામલે તેમણે કહ્યું કે અમે આ પત્રિકા વિશે કંઈ જ જાણતા નથી. અને અમારા ચૌધરી સમાજના મતોનું પણ ધ્રુવીકરણ થયું નથી. આ સાથે જ અમે ભાજપ સાથે હતા અને ભાજપ સાથે જ છીએ. તેવું 64 ગોળ આંજણા ચૌધરી સમાજના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે આ પેટાચૂંટણીમાં કયો ઉમેદવાર બાજી મારી જાય છે તે તો જોવાનું રહ્યું.

આ પણ વાંચોHindus in Canada : કેનેડાના હિંદુઓમાં મંદિર પર હુમલા બાદ ડરનો માહોલ, ખાલિસ્તાની ધમકીને કારણે ભારતીય શિબિર રદ

Read More

Trending Video