Vav Election Result : વાવમાં પ્રથમ રાઉન્ડમાં કોણ આગળ ? જુઓ ક્યાં ઉમેદવાર ને કેટલા મળ્યા મત ?

November 23, 2024

Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજ અને ચૌધરી પટેલ સમાજનું ભારે પ્રભુત્વ રહેલું છે. હવે આજે આ વર્ચસ્વની લડાઈમાં કોની જીત થાય છે તે નક્કી થશે. પરંતુ તે પહેલા અત્યારે ઉમેદવારો અને અને દરેક પક્ષના લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. પરિણામ જે પણ આવે પણ જંગ ખુબ રસાકસીભર્યો રહેશે.

વાવમાં પહેલા રાઉન્ડમાં કોણ આગળ ?

વાવની મતગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 4190 આગળ છે. સાથે જ ભાજપ 3939 અને અપેક્ષ ઉમેદવાર માવજી પટેલ 2119 આટલા મતોથી પાછળ ચાલી રહ્યા છે. ત્યારે આ મતગણતરી વચ્ચે ઉમેદવારો સાથે તેમના સમર્થકો પણ પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોVav Election Result : વાવ બેઠક પર આજે વર્ચસ્વની લડાઈમાં કોની થશે જીત ? આજે ત્રણેય ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો, જુઓ વિડીયો

Read More

Trending Video