Vav Election Result LIVE : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજ અને ચૌધરી પટેલ સમાજનું ભારે પ્રભુત્વ રહેલું છે. હવે આજે આ વર્ચસ્વની લડાઈમાં કોની જીત થાય છે તે નક્કી થશે. પરંતુ તે પહેલા અત્યારે ઉમેદવારો અને અને દરેક પક્ષના લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. પરિણામ જે પણ આવે પણ જંગ ખુબ રસાકસીભર્યો રહેશે.
- વાવના ગઢમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત. રસાકસીભર્યા જંગમાં 1300 મતથી જીત્યું ભાજપ. કોંગ્રેસના ગઢમાં ભાજપે બે ટર્મ બાદ પડ્યું ગાબડું.
21માં રાઉન્ડમાં વાવ બેઠક પર કોણ આગળ ?
ગુલાબસિંહ રાજપુત – 83,589 મત
સ્વરૂપજી ઠાકોર – 82,912 મત
માવજી પટેલ – 21074 મત
- 21માં રાઉન્ડના અંતે કોંગ્રેસ 727 મતે આગળ છે.
20માં રાઉન્ડના અંતે માત્ર 3897 મતે કોંગ્રેસ આગળ
મતગણતરીના 20માં રાઉન્ડના અંતે કોંગ્રેસને 81,019 મત, ભાજપને 77,172 મત અને અપક્ષના માવજી પટેલને 21823 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 3897 મતે આગળ છે.
વાવ બેઠક પર પાછળ છતાં માવજી પટેલનો વિશ્વાસ અતૂટ
વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અત્યાર સુધીના પરિણામમાં માવજી પટેલ સૌથી પાછળ ચાલી રહ્યા છે. અને ત્યારે નિર્ભય ન્યુઝ સાથે તેમણે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. સાથે જ તેમને વાયરલ ફોટો મામલે પૂછવામાં આવતા માવજી પટેલે આ વાતને એક સામાજિક પ્રસંગ ગણાવ્યો હતો.
Vav Result Update : દસમાં રાઉન્ડ બાદ માવજી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં શું કહ્યું?#vavresult #vavelections #mavjipatel #nirbhaynews #viralvideo pic.twitter.com/2cDhRZi8EW
— Nirbhaynews (@nirbhaynews1) November 23, 2024
- કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 8233 મતથી આગળ છે.
18માં રાઉન્ડમાં વાવ બેઠક પર કોણ આગળ ?
ગુલાબસિંહ રાજપુત – 4966
સ્વરૂપજી ઠાકોર – 2735
ભાજપની લીડ 2231
- 14માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 14,062 મતથી આગળ ચાલી રહ્યા છે.
- બારમાં રાઉન્ડ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 13,968 મતથી આગળ ચાલી રહ્યા છે.
અગિયારમા રાઉન્ડ સુધીમાં કોણ આગળ ?
વાવ બેઠક પર અત્યાર સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. અત્યાર સુધીમાં 11 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 38,910 મત મળ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને અગિયારના રાઉન્ડના અંતે કુલ 51,724 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને અત્યાર સુધીમાં કુલ 13583 મત મળ્યા છે.
વાવમાં નવમાં રાઉન્ડનું સુધીમાં શું છે પરિસ્થિતિ ?
વાવમાં નવમાં રાઉન્ડમાં કોંગ્રેસને 41297 મત મળ્યા છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને 31597 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 10822 મત મળ્યા છે. વાવમાં નવમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 13292 મતથી આગળ છે.
પાંચ રાઉન્ડના અંતે કુલ મત કેટલા થયા ?
કોંગ્રેસ (ગુલાબસિંહ રાજપૂત) – 22298
ભાજપ (સ્વરૂપજી ઠાકોર) – 19677
અપક્ષ (માવજી પટેલ) – 7518
પાંચમા રાઉન્ડમાં કેટલા મળ્યા મત ?
વાવમાં પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસને 5622 મત મળ્યા છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને 4311 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 342 મત મળ્યા છે. વાવમાં પાંચમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 2721 મતથી આગળ છે.
ત્રીજા રાઉન્ડના અંતે કયો પક્ષ કેટલા મતથી આગળ ?
ત્રીજા રાઉન્ડની મતગણતરીમાં પણ કોંગ્રેસ આગળ છે. ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 4558 મત મળ્યા છે. સાથે જ ત્રીજા રાઉન્ડ બાદ ભાજપને 3689 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 1710 આટલા મતોથી પાછળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ 1166 મતથી આગળ છે.
બીજા રાઉન્ડની ગણતરીમાં કોણ આગળ ?
બીજા રાઉન્ડની મતગણતરી (Vav Election Result LIVE )માં પણ કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 3605 આગળ છે. સાથે જ ભાજપ 3559 અને અપેક્ષ ઉમેદવાર માવજી પટેલ 2681 આટલા મતોથી પાછળ ચાલી રહ્યા છે. ત્યારે આ મતગણતરી વચ્ચે ઉમેદવારો સાથે તેમના સમર્થકો પણ પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કુલ ભાજપના 7498, કોંગ્રેસના 8095, અને અપક્ષના 4800 મત થયા છે. ત્યારે કોંગ્રેસ માત્ર 304 મતથી જ આગળ છે. સ્વરૂપજી અને ગુલાબસિંહ નજીક નજીક જ ચાલી રહ્યં છે.
ગેનીબેને શું કહ્યું ?
વાવ બેઠકની મતગણતરી ચાલી રહી છે. અને આજે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં પહોંચ્યા છે. ત્યારે આ મામલે ગેનીબેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, અમે 5000 થી 10,000 ની લીડ થી જીતવાના છીએ. અમે અહીંથી વિજય સરઘસ નીકાળી ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરીશું.
Vav Election Results : ગેનીબેન ઠાકોરેકોંગ્રેસની હેટ્રીકને લઈ કર્યો જીતનો વિશ્વાસ વ્યક્ત#vavelectionsresult #genibenthakor #viralvideo #nirbhaynews #banskantha pic.twitter.com/Vlf1On4tfE
— Nirbhaynews (@nirbhaynews1) November 23, 2024
ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું ?
વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે, મને વાવની જનતા પર પૂરો વિશ્વાસ છે. સર્વ સમાજના મારા પર આર્શિર્વાદ છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ જ જીતશે. સમર્થકોને ગુલાબસિંહે અપીલ કરી અને કહ્યું કે, શાંતિ પૂર્ણ માહોલ રાખજો. સમાજની લાગણી દુભાય એવું કામ ન કરતા. 100 ટકા આમે જ જીતીશું.
Vav Election Result : વાવ મતગણતરીના પ્રથમ રાઉન્ડ બાદ ગુલાબસિંહ રાજપૂતે કર્યો મોટો દાવો #vav #gulabsinhrajput #banaskantha #vavelectionresult #nirbhaynews pic.twitter.com/8EdeKUbuG5
— Nirbhaynews (@nirbhaynews1) November 23, 2024
વાવમાં પહેલા રાઉન્ડમાં કોણ આગળ ?
વાવની મતગણતરી (Vav Election Result LIVE )માં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 4190 આગળ છે. સાથે જ ભાજપ 3939 અને અપેક્ષ ઉમેદવાર માવજી પટેલ 2119 આટલા મતોથી પાછળ ચાલી રહ્યા છે. ત્યારે આ મતગણતરી વચ્ચે ઉમેદવારો સાથે તેમના સમર્થકો પણ પહોંચી રહ્યા છે.
Vav Election Results : વાવ વિધાનસભાની મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસ આગળ#vavelection #vav #banaskantha #congress #viralvideo #nirbhaynews pic.twitter.com/FELd9uQGhL
— Nirbhaynews (@nirbhaynews1) November 23, 2024
આ પણ વાંચો : Vav Election Result : વાવમાં પ્રથમ રાઉન્ડમાં કોણ આગળ ? જુઓ ક્યાં ઉમેદવાર ને કેટલા મળ્યા મત ?