Vav Election Result : વાવના ગઢમાં ભાજપની ભવ્ય જીત, ગેનીબેનના ગઢમાં બે વર્ષ બાદ કમળ ખીલ્યું

November 23, 2024

Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. વાવના ગઢમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની ભવ્ય જીત. રસાકસીભર્યા જંગમા 2367 મતથી જીત્યું ભાજપ. કોંગ્રેસના ગઢમાં ભાજપે બે ટર્મ બાદ ગાબડું પાડ્યું છે.વાવની જનતાએ સ્વરૂપજી ઠાકોરની પાઘડીની લાજ ખરેખર સાચવી લીધી. જીત બાદ સ્વરૂપજી ઠાકોર જનતા વચ્ચે પહોંચ્યા હતા. અને લોકોએ ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે.

ભાજપને કેટલા મળ્યા કુલ મત ?

વાવ બેઠક પર છેલ્લા કેટલાક દિવસથી ચાલતા રસાકસીભર્યા જંગનું પરિણામ આવી ગયું છે. ત્યારે હવે 23 રાઉન્ડના અંતે ભાજપનું કમળ કોંગ્રેસના ગુલાબ પર ભરી પડ્યું છે. છેલ્લા ત્રણ રાઉન્ડમાં પરિણામ પલટાયું. સ્વરૂપજી ઠાકોરના વિશ્વાસની થઇ જીત. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને કુલ 91755 મત મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસના 89402 મત મળ્યા હતા. અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27173 મત મળ્યા છે. ભાજપ અને કોંગ્રેસના 27173 મત માવજી પટેલે કાપ્યા છે.

Vav Election Result

વાવમાં જીત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું હતું.

આ પણ વાંચોVav Vote Counting : વાવ બેઠક પર પાંચમા રાઉન્ડમાં કોણ આગળ ? અત્યાર સુધીમાં કોને કેટલા મત મળ્યા જાણો

Read More

Trending Video