Vav Election : બનાસકાંઠાની વાવ બેઠક જ્યાં અત્યાર સુધી ગેનીબેન અને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી માટેનું મતદાન યોજાશે. આ બેઠક માટે અત્યારે કોંગ્રેસ અને ભાજપ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. વાવ બેઠક એક તરફ ભાજપ માટે વટનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવવા મેદાને ઉતર્યું છે. હવે વાવની ચૂંટણીને લઈને જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે તેને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સેન્સ પક્રિયામાં પ્રભારી સુભાસીની યાદવ, બલદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ એ કોંગ્રેસ ઉમેદવારોની સેન્સ લીધી હતી. આ સેન્સ પ્રક્રિયામાં મોટા ગોટાળા થયાના આક્ષેપો વાવ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વસરામજી યાત્રી દ્વારા કરવામાં આવ્યા છે.
વાવ બેઠક પર પેટાચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સેન્સ પક્રિયા પછી ઉમેદવાર જાહેર થયા પહેલા જ કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો છે. વાવ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વશરામજી યાત્રાએ વીડિયો દ્વારા કોંગ્રેસની સેન્સ પક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. વીડિયોમાં તેમણે ઉમેદવારી મુદ્દે કહ્યું કે, ”કોંગ્રેસ પાર્ટીએ 21 તારીખે ઉમેદવારોની સેન્સ પક્રિયા હાથ ધરી હતી. ત્યારે મેં વાવ બેઠકના ઉમેદવાર તરીકે મેં સેન્સ પક્રિયામાં ભાગ લીધો હતો. ત્યારે સેન્સ પક્રિયા જે ઉમેદવારોએ સેન્સ પક્રિયા આપી તે ઉમેદવારોના નામ જાહેર થયા તેમાં , મેં સેન્સ આપી હોવા છતાં ઉમેદવારોની દાવેદારીમાંથી મારુ નામ કાઢી નાખ્યું છે, એવો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના આ વલણને કારણે ઠાકોર સમાજ નારાજ થયાના વસરામજીએ આક્ષેપ લગાવ્યો છે. વધુમાં કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભલે તમે ટિકિટ ન આપો, પણ ઉમેદવારની લિસ્ટમાંથી નામ તો બહાર ન કાઢો.”
આ પણ વાંચો : Gujarat Farmers : રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે 1419 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત