Vav Election : બનાસકાંઠામાં અત્યારે ભારે રસાકસીભર્યો જંગ જામ્યો છે. જ્યારથી ગેનીબેન સાંસદ બન્યા ત્યારથી જ વાવમાં સૌકોઈ પેટાચૂંટણી (Vav Election) યોજાવાની રાહ જોઈ રહ્યા હતા. વાવમાં પેટાચૂંટણી (Vav Election)ને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષ જનતાને રીઝવવા મેદાને આવી ગયા છે. ત્યારે હવે આ બધા જ પક્ષ જનતાનો વિશ્વાસ જીતવા અને માટે મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે સૌથી વધારે કપરા ચઢાણ ભાજપ માટે જોવા મળી રહ્યા છે. માવજી પટેલ (Mavji Patel)ની ઉમવાદવારી ભાજપને ઘણા અંશે નુકશાન પહોંચાડે તેવું લાગે છે. ત્યારે હવે બનાસકાંઠા ભાજપના સિનિયર નેતાઓએ હવે વાવના ગામોમાં ખાટલા બેઠક દ્વારા પ્રચાર શરુ કર્યો છે.
બનાસકાંઠામાં અત્યારે દરેક પક્ષ વાવની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠા ભાજપના સિનિયર નેતાઓ હવે પ્રચારમાં લાગી ગયા છે. ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલ દ્વારા ખાટલા બેઠક શરુ કરવામાં આવી છે. અને બીજા ગામોમાં પણ ભાજપે પોતાના સિનિયર નેતાઓને ખાટલા બેઠક દ્વારા મતદારોને રીઝવવા મેદાને ઉતાર્યા છે. સપ્રેડા ગામે આજે પરબત પટેલે લોકો સાથે ખાટલા બેઠક યોજી હતી.
ત્યારે પૂર્વ સાંસદ પરબત પટેલે નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, જો માવજી પટેલ પ્રચારમાં ન ઉતર્યા હોત તો અમારે આ પ્રચારમાં ન ઉતારવું પડ્યું હોત. પરંતુ માવવજી પટેલે અપક્ષ ઉમેદવાર બનતા જ ભાજપ માટે જીતવું થોડું મુશ્કેલ બની શકે છે. જેના કારણે હવે અમે પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. માવજી પટેલ ઉમેદવાર ન હોત તો ભાજપ સડસડાટ કરતા જીતી ગયું હોત.