Vav Congress Candidate : બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર હાય વોલ્ટેજ દરમાં ચાલી રહ્યો છે. જેના કારણે હવે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. જેના કારણે ગઈકાલે ગેનીબેને એવું કહ્યું કે 4 ઉમેદવારો ફોર્મ ભરશે અને જે ઉમેદવારને કોંગ્રેસ મેન્ડેટ આપશે તે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. જે બાદ ઠાકરશી રબારીએ નારાજગીના સૂર વ્યક્ત કર્યા હતા. હવે આ બેઠક પર અત્યારે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારનું નામ કોંગ્રેસે જાહેર કર્યું છે. ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ માટે વાવ વિધાનસભા માટે ઉમેદવારી કરશે.

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદથી વિધાનસભાની પેટાચૂંટણી લડ્યા હતા. 2019માં પરબત પટેલ સાંસદ બનતા આ થરાદ બેઠક ખાલી થતા પેટ ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત પેટાચૂંટણી લડી અને જીતીને વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2022માં તેઓ ફરીથી થરાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ એ વખતે તેમનો સામે શંકર ચૌધરી હતા અને જે કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ 2024માં જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તે ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા અને તેમના સારથી બનીને ગુલાબસિંહ રાજપુત રહ્યા હતા. અને તેમને ચૂંટણી જીતાડવામાં મહત્વનો ફાળો પણ ગણવામાં આવી રહ્યો છે. અને તે બાબત પણ ધ્યનમાં લેવાઈ અને સાથે સાથે અગાઉ જે પેટ ચૂંટણી જીત્યા હતા તે પણ ધ્યાનમાં લેવાયું છે.
ગુલાબસિંહના પરિવારમાં કોણ કોણ છે રાજકારણમાં ?
ગુલાબસિંહ રાજપૂતના દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય રહી ચુક્યા છે. અને પહેલાથી જ બનાસકાંઠામાં ધરાવે છે. ગુલાબસિંહ રાજપૂત યુવા ચેહેરો છે અને NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે. આ સાથે જ ગુલાબસિંહ રાજપૂતને ઇન્દ્રવિજય સિંહ ગોહિલના ખાસ અને વિશ્વાસુ ગણવામાં આવે છે. જેના કારણે પણ તેમને ઉમેદવારી મળી તેવું કહેવામાં આવે છે.
આ પણ વાંચો : Vav By Election : બનાસકાંઠાની વાવ બેઠક પર નવો રાજકીય ડ્રામા શરુ, ઠાકરશી રબારી શું વાવ બેઠક પરથી ભરશે ફોર્મ ?