Vav Bye Election : વાવ બેઠક પર પેટાચૂંટણીને ધ્યાને લઇ ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ભાજપના નિરીક્ષકો પહોંચશે બનાસકાંઠા

October 17, 2024

Vav Bye Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. જેને લઈને હવે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયુ છે. વાવ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં જીતી ગયા અને સાંસદ બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી હતી. જે બાદ તેના પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ જાહેર થશે. આ સાથે જ 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. વાવ વિધાનસભા બેઠક પર 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારે આજે હવે ભાજપ આ મામલે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીના ભાગરૂપે આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગઈકાલે આ બેઠક માટે ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહને પ્રભારી નીમવવામાં આવ્યા હતા. આજે આ મામલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષક જનક પટેલ, દર્શના વાઘેલા અને યમલ વ્યાસ ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લેશે. ત્યારે જે રીતે ભાજપ એક બાદ એક બેઠકો કરી રહ્યું છે તેના પરથી તો સ્પષ્ટ થાય છે કે ભાજપ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવા તૈયાર છે.

આ પણ વાંચોBishnoi Gang Shooter : મથુરામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરનું હાફ એન્કાઉન્ટર, હાશિમ બાબા ગેંગ માટે પણ કરતો હતો કામ

Read More

Trending Video