Vav Bye Election : ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. આ ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ સક્રિય થઇ ગયા છે. આ બેઠક પર કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠા બેઠક પર હાર મળતા ભાજપ અને સી.આર પાટીલ સક્રિય થયા છે અને ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. અને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. અને આ બેઠકમાં વાવની પેટા ચૂંટણીને લઈને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં વાવ પેટા ચૂંટણીને લઇ યોજાઈ રીવ્યુ બેઠક
વાવ વિધાનસભા બેઠક પર વર્ચસ્વની લડાઈ શરુ થઇ ગઈ છે. ભાજપને લોકસભામાં મળેલી બનાસકાંઠાની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હવે એક્ટિવ થઇ ગયા છે. આજે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વાવ બેઠકને લઈને આજે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ સહીત ત્રણેય નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેમની સાથે જ બનાસકાંઠાના ભાજપ આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ બધાની સાથે સી.આર.પાટીલે સેન્સ પ્રક્રિયામાં આવેલ ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
વાવ બેઠક પર ભાજપના સંભવિત નામો
સ્વરૂપજી ઠાકોર (ગત ચૂંટણીના ઉમેદવાર)
પરંતુ તે ગેનીબેન ઠાકોર સામે 2022 વિધાનસભામાં ચૂંટણી હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર સામે દરબાર, રાજપૂત સમાજમાં અસંતોષ હતો.
પીરાજી ઠાકોર (બનાસ બેન્કના ઉપપ્રમુખ)
રજનીશ ચૌધરી (ચૌધરી સમાજનું મોટું માથું)
રજનીશ ચૌધરી જે ચૂઅઢરી સમાજનું મોટું માથું કહેવાય છે. સાથેજ દાદા ભેમાં ચૌધરી પૂર્વ જેલ પ્રધાન હતા. ત્યારે ચૌધરી સમાજ દ્વાર પણ રજનીશ ચૌધરીનું લોબિંગ કરવામાં આવી રહ્યું છે.
ખેમાંજી ઠાકોર (જિલ્લા ભાજપના મંત્રી)
ખેમાજી ઠાકોર જે જિલ્લા ભાજપના મંત્રી છે. ખેમાજી MLA કેશાજી દ્વારા લોબીંગ કરવામાં આવી રહ્યું છે.
અમિરામ આસલ (બ્રહ્મસમાજનું મોટું માથું)
અમિરામ આસલ જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા છે. 2022માં અમિરામ રાવલે એક્સ ઉમેદવારી કરી હતી. અમિરામ રાવલ વાવ બેઠક પર બ્રહ્મ સમાજનું મોટું માથું કહેવાય છે.
માવજી પટેલ (નેતા, ભાજપ)
લાલજી ચૌધરી (ભાભર માર્કેટ યાર્ડના પ્રમુખ)
મુકેશ ઠાકોર (ઠાકોર સમાજના ઉપાધ્યક્ષ)
દિલીપ વાઘેલા (નેતા, ભાજપ)
ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બેઠક પર કોણ બાજી મારશે ? આજની આ બેઠકમાં જ ક્યાં ઉમેદવાર પર ભાજપ મહોર મારે છે તેના પર સૌની નજર રહેશે. આ સાથે જ હવે જયારે આ પેટ ચૂંટણીમાં જીત મેળવવી એ દરેક પક્ષ માટે વર્ચસ્વની લડાઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ખરાખરીના જંગમાં ભાજપ કોના પર પસંદગીનો કાળાશ ઢોળે છે.