Vav Bye Election : વાવ બેઠક પર હવે કોંગ્રેસની ત્રિસ્તરીય રણનીતિ, ગેનીબેનના નેતૃત્વમાં પેટાચૂંટણીનો જંગ ખેલવામાં આવશે

November 5, 2024

Vav Bye Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav Bye Election)માં અત્યારે રસાકસીભર્યો જંગ જામ્યો છે. આગામી 13 નવેમ્બરે આ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ત્યારે હવે આ બેઠક જીતવા દરેક પક્ષ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે આ બેઠક આમ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ (Congress)નો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ માટે જીતવું એ હવે વર્ચસ્વનો સવાલ છે. ત્યારે આ બેઠક પર જીત મેળવવા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને હવે આ બેઠક પર જીત મેળવવા ત્રિસ્તરીય જવાબદારી સોંપી છે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી હવે વર્ચસ્વની લડાઈમાં પરિવર્તિત થઇ ગઈ છે. ત્યારે હવે આ મામલે સતત ભાજપ (BJP), કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એક્શન મોડમાં આવી ગયા છે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે હવે ત્રિસ્તરીય જવાબદારી સોંપી છે. કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીને લઈને 100થી વધુ પૂર્વ ધારાસભ્યો, સિનિયર નેતાઓ અને હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓની ટીમને સંયુક્ત કામ સોંપવામાં આવ્યું છે. 8 જિલ્લા પંચાયત બેઠક અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ દ્વારા સાંભળવામાં આવશે.

ગેનીબેનના નેતૃત્વ હેઠળ રણનીતિ પર પાડવામાં આવશે

આ બેઠક પર જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ હોય ત્યાં તે સમાજના આગેવાનને ભૂમિકામાં ઉતારવામાં આવ્યા છે. વાવ વિધાનસભાથી ના હોય તેમને તાલુકા પંચાયત દીઠ પ્રભારી નીમવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને જ નહિ પરંતુ યુથ કોંગ્રેસને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. યુથ કોંગ્રેસે તાલુકા-જિલ્લા પંચાયત બેઠક દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ મામલે ઠાકોર સમાજ, દલિત સમાજ અને અન્ય સમાજના સંમેલન પણ યોજવાનું આયોજન કર્યું છે. આ સમગ્ર ટીમને ગેનીબેન ઠાકોર લીડ કરશે. તેમના નેતૃત્વ હેઠળ આ સમગ્ર ચૂંટણીની રણનીતિને પાર પાડવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ પણ બાકીના દિવસોમાં પ્રચાર માટે વાવમાં જ રહેશે. ત્યારે જોવાનું રહ્યું કે, હવે પેટાચૂંટણીમાં કોણ જીતશે તે તો આવનાર સમય જ નક્કી કરશે.

આ પણ વાંચોKhalistan Attack : કેનેડાના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાની, મંદિરની બહાર વિરોધ કરવા બદલ એકને સસ્પેન્ડ

Read More

Trending Video