Vav Bye Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વાવ પેટાચૂંટણી માટે કોંગ્રેસે સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે.આ માટે પ્રભારી સુભાસીની યાદવ, બલદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે વાવ પહોંચ્યા હતા.આ કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ઇચ્છુંક ઉમેદવારોના સેન્સ લેવાશે ત્યારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાને લઇ ઇચ્છુંક ઉમેદવારો વાવ પહોંચ્યા છે.
વાવ ખાતે કોંગ્રેસ કારોબારીમાં ઠાકરશી રબારીનું નિવેદન
એક તરફ વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે. ત્યારે આ બધાની વચ્ચે ઠાકરશી રબારીને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે વાવ ખાતે મળેલી કારોબારીમાં આ અંગે ઠાકરશી રબારીએ નિવેદન આપ્યું હતુ તેમણે કહ્યું કે, હું ભાજપમાં જોડાવવાનો નથી ભાજપ વાળા ખોટી અફવા ફેલાવે છે , તેમણે કહ્યુ કે, કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર જે ઉમેદવાર વાવ વિધાનસભામાં આપશે તેની સાથે રહીશ અને ટંકાની ચોટ પર વાવ વિધાનસભા જીતવાની વાત કરી હતી.
ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ થઈ તેજ
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી.ત્યારે ગેનીબેન સાંસદ બનતા તેમને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતુ જેથી ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે.ત્યારે ચૂંટણી નજીક આવતા જ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ભાજપમાં પણ વાવ બેઠક પરથી દાવેદારોનો રાફડો ફાટ્યો છે ત્યારે કોંગ્રેસમાંથી પણ અનેક લોકો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે પરંતુ ક્યો પક્ષ કોની પર પસંદગીનો કળશ ઢોળે છે તે તો જોવું રહ્યું પરંતુ જે પ્રમાણેનું અત્યારે વાતાવરણ છે તે મુજબ આ ચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ રહેવાનો છે.
આ પણ વાંચો : Bharuch:અંકલેશ્વર GIDCમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું, કંપની સંચાલક સહિત 3 શખ્સોની ધરપકડ