Vav Bye Election : બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી ?

October 15, 2024

Vav Bye Election : ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત બાદ તેમણે ધારાસભ્યના પદ ખાલી થયું હતું. જેમાં ઘણા સમયથી સૌ પેટા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે બનાસકાંઠાની બેઠક પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ જાહેર થશે. આ સાથે જ 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. વાવ વિધાનસભા બેઠક પર 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારે આ ખુબ ચર્ચિત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ સર્જાશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બેઠક કોણ પોતાના નામે કરે છે.

આ પણ વાંચોLawrence Bishnoi Security : 10 રૂમમાં માત્ર લોરેન્સ બિશ્નોઈ, હાઈ સિક્યોરિટી ઝોન, શું છે સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈની હાલત?

Read More

Trending Video