Vav By Election : વાવ બેઠક પર ઉમેદવારી પસંદગીને લઈને પક્ષો અસમંજસમાં, કયો ઉમેદવાર તેમને બેઠક પર જીત અપાવી શકે તે નક્કી કરવું અઘરું બન્યું

October 24, 2024

Vav By Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ પર પેટાચૂંટણીને લઈને ખરાખરીનો જંગ જામ્યો છે. બનાસકાંઠાની વાવ બેઠક જ્યાં અત્યારસુધી ગેનીબેન અને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી (Vav By Election) માટેનું મતદાન યોજાશે. આ બેઠક માટે અત્યારે કોંગ્રેસ અને ભાજપ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ બેઠક એક તરફ ભાજપ (BJP) માટે વટનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ (Congress) પોતાનું વર્ચસ્વ જાળવવા મેદાને ઉતર્યું છે. અને હજુ સુધી આ બેઠક પર કોઈ જ ઉમેદવાર (Candidates)ના નામ જાહેર ન થતા હવે આ મામલે ઘણા તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.

વાવ બેઠક પર ઉમેદવારો પસંદગીમાં પક્ષ અસમંજસમાં

વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)માં છેલ્લા 2 દિવસથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput)નું નામ સતત ચર્ચામાં છે. આવતીકાલે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે હજુ સુધી ભાજપ અથવા કોંગ્રેસ બંનેમાંથી એક પણ પક્ષ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે જ હવે નવી સંભાવનાઓ એવી છે કે જો ભાજપ સ્વરૂપજી ઠાકોરને ઉતારે તો કોંગ્રેસ ઠાકરશી રબારીને ઉતારી શકે છે. અને જો ભાજપ ઠાકોર સમાજ સિવાય અન્ય ચહેરો મેદાનમાં ઉતારે તો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉતારી શકે છે. વાવ વિધાનસભાનું જાતિગત સમીકરણ અને વોટબેંક પર ભાજપ કોંગ્રેસની નજર છે. જેના કારણે પણ ઉમેદવાર પસંદગીમાં સમય લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં વાવ બેઠક પર ચાર ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ પાસે ગુલાબસિંહ રાજપુત, ઠાકરશી રબારી, કે.પી.ગઢવી અને રાજુ જોશીના વિકલ્પો છે. ભાજપ પાસે સ્વરૂપજી ઠાકોર મુકેશ ઠાકોર અને અમીરામ આસલ વિકલ્પમાં છે.

હજુ સુધી કોઈ જ ગઠબંધનના સમાચાર સામે આવ્યા નથી

વાવણી પેટાચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને 25 ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. હવે તે પહેલા સૌથી મોટું કોકડું ઉમેદવારી પસંદગીને લઈને પણ છે. અને સાથે જ હજુ સુધી કોઈ જ ગઠબંધન વિષે પણ વાત કરવામાં આવી નથી. ત્યારે હવે કોંગ્રેસ અને આપ બંને અલગ અલગ આ સીટ પરથી લડશે કે પછી ગઠબંધન કરશે તેના પર પણ સૌ કોઈની નજર છે. વાવમાં બે રાજકીય પક્ષો વચ્ચે કે પછી ત્રિ-પાંખિયો જંગ ખેલાસે તેની પર સૌ કોઈની નજર છે.

આ પણ વાંચોJammu Kashmir : જમ્મુ અને કાશ્મીરમાં વધુ એક આતંકવાદી હુમલો, ત્રાલમાં આતંકવાદીઓ દ્વારા યુપીના મજૂરને ગોળી મારી દેવામાં આવી

Read More

Trending Video