Shaktisinh Gohil on Purushottam Rupala: વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં ધામા નાખ્યા છે. ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહને જીતાડવા માટે કોંગ્રેસના નેતાઓ પણ કોઈ કસર છોડી રહ્યા નથી ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર માટે સતત છેલ્લા ચાર દિવસથી વિધાનસભામાં છે ત્યારે આજે સુઈ ગામ ખાતે જાગીદાર સમાજની બેઠકમાં પહોંચ્યા હતા અને અહીં તેમણે ગુલાબસિંહ માટે મત માંગતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
શક્તિસિંહ ગોહિલે વાવ પેટાચૂંટણીમાં કેમ પુરુષોત્તમ રૂપાલાને યાદ કર્યા ?
શક્તિસિંહ ગોહિલે આ સભામાં પોતાની પાઘડીની લાજ રાખવાની કહ્યું હતું જો કે શક્તિસિંહ ગોહિલ ભાજપ પર વરસ્યા હતા અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી એ પરિવર્તન નથી પરંતુ ભાજપનો અહંકાર તૂટે કરી ચૂંટણી છે ભાજપએ અગાઉ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપીને અપમાન કર્યું હતું ત્યારે ગુજરાતમાં બનાસકાંઠાની લોકસભા કોંગ્રેસને ફાળે ગઈ તેમાં અહંકાર તો તૂટ્યો જ છે .
ભાજપે ચૌધરી સમાજ સાથે ઠગાઈ કરી : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે ચૌધરી સમાજને નિશાને રાખી અને કહ્યું કે ભાજપે માવજીભાઈને ફોર્મ ભરવાનું કહી ચૌધરી સમાજ સાથે ઠગાઈ કરી છે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપમાં ટપુડાની ફોજ છે અને એવા વિધાનસભામાં ઉતરી ગઈ છે એ અંદરો અંદર ટપુડા લડાવશે કહ્યું કે મારી આ ભાષા નથી પરંતુ જે પ્રકારે અહીંયા કાર્ય ચાલે છે જેને લઇને નિવેદન કર્યું હતું ભાજપ અને રામ કે રહીમ ના નામથી લેવાદેવા નથી માત્ર મતથી લેવા દેવા છે.
અંબાજીમાં દુષ્કર્મની ઘટના મામલે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ?
શક્તિસિંહ ગોહિલે અંબાજીમાં દુષ્કર્મની ઘટનાને એક કમ નસીબ ઘટના ગણાવી ગૃહ મંત્રી જે આવી ઘટનાઓને નિષ્ફળ ગયા છે ગુજરાતમાં ઘણી બધી ઘટનાઓ બની છે ત્યારે પોલીસ ના જે ઈમાનદાર અધિકારીઓ છે તેમને સાઈડમાં રાખી અને જે અધિકારી હપ્તા ઉઘરાવીને આપે છે તેમને પ્રમોટ કર્યા છે
ભાજપએ ગુલાબસિંહને લોભ અને લાલચની ઓફર કરી : શક્તિસિંહ ગોહિલ
વધુમાં તેમણે ગુલાબસિંહ માટે કહ્યું કે ભાજપએ ગુલાબસિંહને લોભ અને લાલચની ઓફર કરી હતી રાજ્યસભામાં ક્રોસ વોટ કરવા કહ્યું હતું પરંતુ ગુલાબસિંહ ઈમાનદાર નીકળે જોકે શક્તિ છીએ આજે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કરીને ગુલાબસિંહ માટે મત માગ્યા હતા.
આ પણ વાંચો : ભાજપ ચૂંટણીઓમાં વ્યસ્ત છે તેમને દિકરીઓની સલામતીની એક ટકોય ચિંતા નથી : ગેનીબેન ઠાકોર