Vav By Election : વાવ વિધાનસભા બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, ભુરાભાઇ ઠાકોરે ભાજપને કર્યું સમર્થન જાહેર

October 30, 2024

Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav By Election)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 13 નવેમ્બરે ત્યાં પેટાચૂંટણીનું મતદાન યોજાવાનું છે. વાવ બેઠક પર એક તરફ ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor) તો બીજી તરફ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput), અને આ બંનેની સામે ટક્કરમાં અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મેદાને આવ્યા છે. ત્યારે હવે આ ત્રિપાંખિયો જંગ સતત રસપ્રદ મોડમાં આવી રહ્યો છે. ત્યારે આજે આ બેઠક પરથી ફોર્મ પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર બે દિવસ પહેલા 27માંથી 8 ફોર્મ રદ્દ થયા હતા. અને આજે બીજા ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે વધુ બે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચવા પહોંચ્યા હતા. આ સાથે જ હવે બે અપક્ષ ઉમેદવારો જામાભાઈ ચૌધરી અને ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાભાઈ ઠાકોર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા સુઈગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જામા ચૌધરી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરી ઉમેદવારી પાછી ખેંચવા પહોંચ્યા હતા. સાથે જ ગઈકાલે રાત્રે મળેલી ચૌધરી સમાજની બેઠકમાં જામાભાઈએ ફોર્મ પરત ખેંચવાની કરી હતી.

જયારે ભુરાભાઇ ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને મહામંત્રી કનુભાઈ વ્યાસ સાથે ભૂરાભાઈ પહોંચ્યા સુઈગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા. આ સાથે જ ભુરાભાઈએ પોતાનું સમર્થન ભાજપને આપ્યું છે. અને તેના જ કારણે આજે તેમણે ફોર્મ પાછું ખેંચ્યું છે. આ સાથે જ હવે ક્યાંક ગેનીબેન અને તેમના કૌટુંબિક કાકા વચ્ચેનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો છે. જે બાદ હવે આ ચૂંટણી ઘણા રસપ્રદ મોડ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચોમગફળીના ટેકાના ભાવને લઈને ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, ભાવ સરખા નહિ મળે તો ગાંધીનગરમાં ઘેરાવો કરવાની આપી ચીમકી

Read More

Trending Video