Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. એટલે કે વાવ વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા છે. વાવ બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ જે ભરાયા તેની ચકાસણીનો આજે છેલ્લો દિવસ છે.
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે. પેટાચૂંટણીમાં જ્યારથી માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે ત્યારથી સતત ભાજપ કોંગ્રેસના જંગમાં વચ્ચે આવી આ બેઠકના પરિણામોમાં પરિવર્તન લાવવા મેદાને ઉતર્યા છે. માવજી પટેલ આમ તો ભાજપના છે. પરંતુ ભાજપમાંથી તેમને ટિકિટ ન મળતા તેમણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જેના કારણે ભાજપે તેમને મનાવવા અને ઉમેદવારી પત્ર પાછું ખેંચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ જરા પણ ટસના મસ થયા નહિ. ત્યારે આજે ઉમેદવારી પત્રની ચકાસણીનો છેલ્લો દિવસ છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જંગમાં નવું શું આવે છે.
આ પણ વાંચો : Horoscope: મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે સોમવાર, જાણો તમારું રાશિફળ