Vav By Election : વાવ વિધાનસભા બેઠક પર અત્યારે વર્ચસ્વની લડાઈનું આજે પરિણામ આવવાનું છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ વાવની જનતા જોઈ રહી હતી તે ક્ષણ આવી ગઈ છે. અને અત્યારે મતગણતરી સેન્ટર પર સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની શરૂઆત થઇ ચુકી છે. આજના આ ત્રિપાંખિયા જંગમાં ક્યા ઉમેદવારનો વિજય થશે તે નક્કી થશે. પાલનપુર ખાતે આવેલી જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
પાલનપુરમાં વાવના 321 બુથોની 23 રાઉન્ડમા મતગણતરી હાથ ધરવામાં આવશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી (Vav By Election)માં 10 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. પાલનપુરની જગાણા એન્જીનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરુ કરવામાં આવી છે. મતગણતરીને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. હવે આ જંગમાં ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ કોણ વિજયી બને છે તે તો આજનું પરિણામ જ નક્કી કરશે. પરંતુ આ વખતની આ પેટાચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ બન્યો છે. અને ખાસ તો તેનું પરિણામ બધા માટે બની શકે કે ચોંકાવનારું સાબિત થાય.
આ પણ વાંચો : Horoscope: કારતક વદ આઠમ અને શનિવાર, જાણો તમારું રાશિફળ