Vav By-Election : વાવ વિધાનસભાની પેટાચૂંટણીને (vav by election) હવે માત્ર ગણતરીનો સમય બાકી રહ્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર (swrupji thakor), કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (gulabsinh Rajput) અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ (mavji patel) વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વાવની ચૂંટણીનો આ જંગ વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે. ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ચૂંટણી લડનારા માવજી પટેલે ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે. માવજી પટેલે ભાજપ સામે બળવો ફૂંકતા ભાજપ પાર્ટીએ હવે માવજી પટેલ સામે શિસ્તભંગના પગલા ભર્યા છે.ભાજપે માવજી પટેલ સહિતના પાંચ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધાં છે.ત્યારે માવજી પટેલના સસ્પેન્શન પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. ગેનીબેન ઠાકોરએ માવજી પટેલ સામેની આ કાર્યવાહીને ષડયંત્ર ગણાવી છે.
માવજી પટેલને સસ્પેન્ડ કરવા મુદ્દે સાંસદ ગેનીબેનનું નિવેદન
ગેનીબેને કહ્યું કે, આ સમજી વિચારીને કરેલી રાજનિતી છે. એક જ આખો સમાજ હતો કે તેમના એક જ વ્યક્તના ઈશારે 2022 માં 90 ટકા વોટ ભાજપને આપ્યા હતા. આજ ઉમેદવાર હતા અને આજ પક્ષ હતો. આ સાથે ગેનીબેને એમ પણ કહ્યુ કે, ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. એટલે સસ્પેન્ડ કરે ના કરે તે ભાજપનો મામલો છે. પણ હુ માનુ છે કે આ તેમની રાજનિતીનો એક ભાગ છે.
માવજી પટેલ ભાજપની બી ટીમ હોવાનો કોંગ્રેસનો આરોપ
મહત્વનું છે કે, કોંગ્રેસ શરુઆતથી માવજી પટેલને ભાજપની બી ટીમ ગણાવી રહ્યું છે કોંગ્રેસનો માવજી પટેલ પર આરોપ છે કે, ભાજપના ઈશારે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે માવજી પટેલ માત્ર દેખાડો કરી રહ્યા છે પરંતુ તેઓ હજુ પણ ભાજપમાંજ છે ત્યારે ભાજપ પાર્ટીએ જ્યારે માવજી પટેલને પક્ષમાંથી કાઢી મુક્યા છે ત્યારે ભાજપની આ કાર્યવાહીને ગેનીબેન ઠાકોરએ રાજનિતીનો એક ભાગ ગણાવ્યો છે જો કે , ખરેખર ભાજપની આ કાર્યવાહી રાજનિતીનો એક ભાગ છે તે અંગે થોડા સમયમાં ખબર પડી જશે.
આ પણ વાંચો : IPS અભયસિંહ ચુડાસમા રાજકારણમાં કરશે પ્રવેશ ? જાહેર મંચ પરથી કર્યો ખુલાસો