Vav By-Election Results: ચૂંટણી ટાઈમે ઉમેદવારો પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા હતા, વાવની જનતાએ તેમને પાવર બતાવી દીધો : કિર્તીસિંહ વાઘેલા

November 23, 2024

Vav By-Election Results: બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર આજે પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ રસાકસી ભર્યા જંગમાં ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો કહી શકાય તેમ છે કારણ છેલ્લી ઘડી સુધી લાગતુ હતુ કે, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત જીતી રહ્યા છે્ પરંતુ છેલ્લી ઘડીએ જે પરિણામો આવ્યા તેને બધાને ચોંકાવી દીધા. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2,442 મતોથી જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે.

વાવમાં ભાજપની જીત પર કિર્તીસિંહ વાઘેલાનું નિવેદન

સ્વરુપજી ઠાકોરની આ જીત પર સી આર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે જેમાં તેઓ ભાજપની આ જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હવે આ મામલે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યુ કે, તમને યાદ હોય તો ચૂંટણી ટાઈમે ઉમેદવારો કાર્યકરો એમ કહેતા હતા કે અમે પાટીલનો પાવર ઉતારી દઈશું.અમારા પાટીલ સાહેબ ક્યારે પાવર કરતા નહિ પરંતુ આ વિધાનસભાના કાર્યકર્તાઓએ અને વાવ વિધાનસભાના કાર્યકરોએ પાવર બતાવી દીધો. વાવની જનતાએ 2024 લોકસભામાં પણ પોતાનો પાવર બતાવ્યો હતો અને આજે ફરીથી એ જ પાવર બતાવ્યો.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Read More

Trending Video